- આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠક શરૂ: ત્રણ દિવસમાં જાહેર કરાશે નિર્ણય
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આ સપ્તાહની મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજદર યથાવત રાખે તેવી શકયતા છે. રિટેલ ફુગાવો હજુ પણ ચિંતાનો વિષય છે અને પશ્ચિમ એશિયાની કટોકટી વકરી શકે છે. જે ક્રૂડ ઓઈલ અને કોમોડિટીના ભાવને અસર કરશે. આ મહિનાની શરૂઆતમાં, સરકારે આરબીઆઈની રેટ-સેટિંગ પેનલ મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)નું પુનર્ગઠન કર્યું હતું. ત્રણ નવા નિયુક્ત બાહ્ય સભ્યો સાથે પુન:રચિત સમિતિએ આજે તેની પ્રથમ બેઠક શરૂ કરી છે. એમપીસીના અધ્યક્ષ આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસ બુધવારે (9 ઓક્ટોબર) ત્રણ દિવસની બેઠકના પરિણામોની જાહેરાત કરશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફેબ્રુઆરી 2023થી રેપો રેટ 6.5 ટકા રાખ્યો છે. નિષ્ણાતો માને છે કે ડિસેમ્બરમાં જ આમાં થોડી છૂટછાટનો અવકાશ છે. ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત છૂટક ફુગાવો ચાર ટકા (વત્તા અથવા માઇનસ બે ટકા) પર રહે તે સુનિશ્ચિત કરવાનું કામ સરકારે કેન્દ્રીય બેંકને સોંપ્યું છે.
હાલમાં, નિષ્ણાતો માને છે કે આરબીઆઇ યુએસ ફેડરલ રિઝર્વના માર્ગને અનુસરે તેવી શક્યતા નથી, જેણે બેન્ચમાર્ક દરોમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો છે. તદુપરાંત, આરબીઆઈ કેટલાક અન્ય વિકસિત દેશોની મધ્યસ્થ બેંકોને પણ અનુસરશે નહીં
જેણે વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.
બેંક ઓફ બરોડાના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસે જણાવ્યું હતું કે, “અમે રેપો રેટ અથવા એમપીસીના વલણમાં કોઈ ફેરફારની અપેક્ષા રાખતા નથી. તેનું કારણ એ છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ફુગાવો પાંચ ટકાથી ઉપર રહેશે અને વર્તમાન નીચા સ્તરે રહેશે. ફુગાવો બેઝ ઇફેક્ટને કારણે છે.” વધુમાં, કોર ફુગાવો ધીમે ધીમે વધી રહ્યો છે.”
સબનવીસે કહ્યું કે વધુમાં, તાજેતરનો ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષ વધુ ઊંડો થઈ શકે છે અને અહીં અનિશ્ચિતતા છે. “તેથી, નવા સભ્યો માટે પણ વ્યાજ દરો યથાવત રાખવા એ સૌથી સંભવિત વિકલ્પ છે. ફુગાવાની આગાહી 10-20 બીપીએસ સુધી ઘટી શકે છે અને જીડીપી અનુમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી.”