૨૧ વિપક્ષીદળોએ ઇવીએમ સાથે ૫૦ ટકા વીવીપેટ મશીનો જોડવા સુપ્રીમમાં કરી માંગ
ચૂંટણીમાં ઝડપી પરિણામો લાવવા વિશ્વભરમાં ઈવીએમ મશીનો દ્વારા મતદાન કરાવવામાં આવે છે. પરંતુ ઈવીએમ મશીનો સાથે ચેડા કરી પરિણામો બદલી શકાતા હોવાની આશંકા સાથે અમેરિકા જેવા વિકસીત દેશોએ ઈવીએમનો ઉપયોગ બંધ કરીને બેલેટ પેપર દ્વારા મતદાન કરાવવાની શરૂઆત કરી હતી. ભારતમાં પણ ચૂંટણી પંચે ઈવીએમ મશીનો દ્વારા મતદાન કરાવવાની શરૂઆત કરી ત્યારથી તેના પરિણામો પર શંકા ઉભી કરવામાં આવી રહી છે. સ્થાનિકથી લઈને લોકસભા સુધીની ઈવીએમ મશીનો દ્વારા યોજાયેલી ચૂંટણીના પરિણામો પર હારનારાઓએ શંકાઓ ઉત્પન્ન કરતા રહ્યા છે.
ઈવીએમ મશીનો સાથે ચેડા શકય ન હોવાનો દાવો ચૂંટણી પંચ દ્વારા સમયાંતરે કરવામાં આવે છે. તેમ છતાં વિપક્ષો દ્વારા ઈવીએમના પરિણામો પર શંકા ચાલુ રાખતા ચૂંટણી પંચે ઈવીએમ મશીનો સાથે વીવીપેટ મશીને મૂકવાની શરૂઆત કરી હતી હાલમાં મતગણતરી વખતે રેન્ડમલી એક વીવીપેટની પસંદગી કરીને ઈવીએમ અને વીવીપેટના મતોની સરખામણી કરવામાં આવે છે.જેના પર વિપક્ષોને ભરોસો ન હોય તેમ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે.લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે દેશના તમામ વિપક્ષોએ ચૂંટણીમાં ઈવીએમ મશીન સાથે ૫૦ ટકા વીવીપેટ મશીન મુકવા સુપ્રીમ કોર્ટમાં ઘા નાખ્યો છે.
નરરેન્દ્ર મોદીના એકધારા આગળ વધી રહેલા વિજય રથની આંધી સામે વિરોધીઓના આક્ષષપોનું કારણ ઈવીએમ મશીન ગણાવવામાં આવે છે. ચૂંટણીમાં ઈવીએમની ગેરરીતિ અટકાવવા પંચે વીવીપેટ મશીનમાં મતદારોનાં મતની કાયમી રશીદની વ્યવસ્થા ગોઠવી છે. હવે તમામ વિપક્ષોએ વીવીપેટની સંખ્યા ૫૦ ટકા સુધી લઈ જવા સુપ્રીમ કોર્ટનું શરણ લીધું છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીનાં વડા એન. ચંદ્રાબાબુ નાયડુની આગેવાનીમાં ૨૧ વિપક્ષી સભ્યોએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. કે ચૂંટણીપંચ આગામી લોકસભાની ચૂંટણીમાં ઈવીએમ મશીન સાથે ઓછામાં ઓછા વીવીપેટની ગોઠવણ કરી તમામ વિપક્ષ સ્વાયત રીતે આ મુદે કોર્ટમાં જઈ શકે તેમ ન હોવાથી તેમણે સંયુકત રીતે ધારાશાસ્ત્રી અભિષેક મનુસીંધવી મારફત અરજી કરાવી છે. સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાજનગોગોઈની અધ્યક્ષની ખંડપીઠ સમક્ષ આજે આ કેસની સુનાવણી થશે અરજીમાં જણાવાયું છે કે દેશમાં નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષો વીવીપેટના ઉપયોગ વધારવાની માંગ કરી છે.
અન્ય અરજદારોમાં એનસીપીનાં શરદ પવાર કોંગ્રેસના કેસી વેણુગોપાલ, એલજેડીના શરદ યાદવ, સપાના અખીલેશ યાદવ, બસપાના સતિષ મિશ્રા, ડીએમકેનાં એમ.કે. સ્ટ્રાલીંગ, સીપીએમના ઈરગરાજન, સીપીઆઈના રેડ્ડી, આર.જે.ડીના મનોજ ઝા, આપના અરવિંદ કેજરીવાલ એનસીના ફારૂક અબ્દુલ્લા,જેડીએસનાં કેઈનીશ, આરએલવીના અજીતસિંહ બદ‚દીન અજમલ, જીતનરામ માંજી, અશોકસિંઘ, અરિશ, કે કેન્યન અને પ્રોફેસર કુંદન રામ સહિતના નેતાઓ ચૂંટણીપંચના એ નિર્ણય સામે પડકાર ફેંકયો છે. કે જેના કોઈપણ એક મતદાન મથક પર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવે. સહિતના નેતાઓએ ચૂંટણી પંચના એ નિર્ણય સામે પડકાર ફેંકયો છે. કે જેમાં કોઈપણ એક મતદાન મથક પર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવે.
દેશમાં વીવીપેટની ટકાવારી ૦.૪૪૧ છે તે ખૂબ ઓછી છે. સુપ્રીમ કોર્ટનાં ભાજપના સુભ્ર મણીયમ સ્વામિના આવેલા ચુકાદામાં વિવીપેટની હિમાયત કરવામાં આવી હતી. વીવીપેટના ઉપયોગ વધારવાની વિપક્ષે માંગ કરી માત્ર ચૂંટણી દરમિયાન એક મતક્ષેત્રમાં એક વીવીપેટની પ્રથાને બદલે ચૂંટણી દરમિયાન ૫૦% ઈવીએમમાં વીવીપેટના જોડાણની માંગણી કરી છે.