કોંગ્રેસના નેતૃત્વમાં ટીએમસી, એસપી, બીએસપી, ડીએમકે, આરજેડી અને સીપીએમ સહિતના વિરોધ પક્ષોની બેઠકમાં ચૂંટણીપંચ સમક્ષ બેલેટ પેપરી મતદાન કરવાની માંગ કરવાનો નિર્ણય લેવાયો
થોડા મહિનામાં ચાર રાજયોની વિધાનસભા ચૂંટણી તેમજ આવતા વર્ષે લોકસભા ચૂંટણી છે ત્યારે વિરોધ પક્ષોએ ઈલેકટ્રોનીક વોટીંગ મશીનના સને બેલેટ પેપરી મતદાન કરાવવાની માંગણી કરી છે. ઈવીએમમાં ચેડા થતા હોવાથી શંકાએ આ માંગણી કરવામાં આવી છે.
તાજેતરમાં કોંગ્રેસ દ્વારા ટીએમસી, એસપી, બીએસપી, ડીએમકે, સીપીએમ, આર.જે.ડી. અને સીપીઆઈ તા જેડીએસ સહિતના વિરોધપક્ષોની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં વિપક્ષોએ બેલેટ પેપરી ચૂંટણીઓમાં મતદાન કરાવવાની માંગણી કરી છે. ચોમાસુ સત્રમાં ઈવીએમમાં ચેડા સહિતના વિવાદ મામલે વિરોધ પક્ષો સરકારને ભીડવવાની તૈયારીમાં છે. બેલેટ પેપરી મતદાનની માંગ ચૂંટણીપંચ સમક્ષ આ સમયગાળામાં મુકાશે.
ઈવીએમના મુદ્દે વાત કરતા કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, લોકોના મનમાં ઈવીએમ પ્રત્યે શંકા છે જે ખૂબજ ગંભીર બાબત છે. વિશ્ર્વના કુલ ૧૭ દેશોએ ઈવીએમમાં ગોટાળા થઈ શકે તેવી શંકાએ ફરીી બેલેટ પેપરી મતદાન કરાવ્યું છે.
આ મામલે એનસીપીના નેતા શરદ પવારે કહ્યું હતું કે, તાજેતરમાં મહારાષ્ટ્રની પેટા ચૂંટણીમાં કેટલાક ઈવીએમ ગુજરાતી આવેલા હતા. જેમાં કોઈપણ બટન દબાવો મત ભાજપને જ મળતો હતો. જો કે, ત્યારબાદ તેને બદલવામાં આવતા સાચુ પરિણામ બહાર આવ્યું હતું. જેડીએસના એક નેતાએ પણ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ઈવીએમનું ઉદાહરણ ટાંકયુ હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, મત ગણતરી વખતે પ્રમ ૨૦૦ી ૩૦૦ વોટ નોર્મલ હતા પરંતુ ત્યારબાદ તમામ વોટ ભાજપને પડયા હોવાનું ફલીત થયું હતું.
ગુલામ નબી આઝાદ અને કોંગ્રેસના એમ.પી. અહેમદ પટેલે દાવો કર્યો છે કે, કેટલાક ટેકનીકલ એકસ્પર્ટ કહે છે કે, ઈવીએમ મશીન સાથે છેડછાડ થઈ શકે છે. એવું પણ બની શકે કે ઈવીએમમાં મત સાથે પરચીની પધ્ધતિ પણ ફૂલપ્રુફ નથી માટે મતદાન પ્રક્રિયારે સંપૂર્ણ સ્વતંત્ર અને પારદર્શક ન કહી શકાય. માટે વિરોધ પક્ષોએ સાથે મળી આગામી ચૂંટણીઓમાં ઈવીએમના સને બેલેટ પેપરી મતદાન કરવામાં આવે તેવી માંગણી કરી છે.