ઓનલાઈન એપ દ્વારા લેવાતા ૨૨ ટકા કમિશન રેટને કારણે હોટલ તેમજ રેસ્ટોરન્ટ એસોસીએશન નારાજ
ફૂડ સવિર્સીસ આપતી કંપની સ્વીગી અને જોમેટો લોકોમાં ખુબજ લોકપ્રિયતા મેળવી ચૂકી છે. ઘરબેઠા કોઈપણ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ ફૂડ ગણતરીની મિનિટોમાં જ ઘરે પહોંચી જાય છે અને તેનો કોઈ એકસ્ટ્રા ચાર્જ પણ લગાવવામાં આવતો નથી માટે ઝડપી અને પરવડે તેવી સર્વિસથી લોકોના દિલ જીતનાર ફૂડ સર્વિસ કંપનીઓ સ્થાનિક દુકાનદારો અને ખાદ્ય ખોરાકના વેપારીઓ માટે માથાના દુ:ખાવા સાબીત થઈ છે.
ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશને ઓનલાઈન ફૂડ ડિલીવરી એપ સ્વીગીને બોયકોટ કરવાની જાહેરાત કરી હતી તેથી હવે સ્વીગીના કોઈપણ ઓર્ડરો અમદાવાદના એક પણ ફૂડ ડિલરો સ્વીકારશે નહીં પરંતુ તેની સામે જોમેટોની દુકાન હજુ પણ ધમધમશે. હોટલ, રેસ્ટોરન્ટ માલીકે કહ્યું હતું કે, તેઓ ઓનલાઈન એપ દ્વારા લગાવવામાં આવતા ૨૨ ટકા કમિશન રેટથી નારાજ છે. જો કે, આ અંગે થયેલ મિટિંગમાં સ્વીગીએ હોટલ, રેસ્ટોરન્ટ એસોસીએશનના પ્રશ્નો અંગે હજુ પણ વિચારવાની વાત કહી હતી પરંતુ સ્વીગીએ હોટલ અને રેસ્ટોરન્ટ માલીકોના પ્રશ્નો અંગે ઘસીને ના પાડતા એસોસીએશન દ્વારા સ્વીગીને બોયકોટ કરી દેવામાં આવી છે.
ઉર્જા મંત્રી સૌરભ પટેલે આ મિટિંગમાં હાજરી આપી હતી અને રેસ્ટોરન્ટ તેમજ હોટલ ધારકોનો સપોટ કર્યો હતો. એસોસીએશનના લીડર નરેન્દ્ર સોમાનીએ કહ્યું હતું કે, હોટલ એસોસીએશનને સ્વીગી અને જોમેટો જેવી ઓનલાઈન ફૂડ ડીલીવરી એપ સામે સંઘર્ષ કરવો પડશે જેવી રીતે ઓવાયઓ અને ગો આઈબીબો સામે લડત કરી હતી તેવી જ સ્થિતિ ફૂડ ડિલીવરી એપની થશે.