કેન્દ્ર અને વિભિન્ન પ્રદેશોની ભાજપ સરકારનાં કાર્યો એક મિશાલ રૂપ બન્યા છે
નવા કૃષિ કાયદાને લઈને વિપક્ષો ખેડૂતોને ભડકાવવાનાં પ્રયાસો કરી રહ્યા છે. પાછલા વર્ષે સુનિયોજિત કાવતરાની જેમ નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધમાં એક માહોલ ઉભો કરી દેશના લોકોને ભડકાવ્યા હતા. જોકે આંદોલનકારીઓને કાયદા મુદે કોઈ જાણકારી હોતી નથી. જયારે સત્ય સામે આવ્યું ત્યારે વિપક્ષની ચડામણીથી જે લોકો દેશને નુકશાન પહોચાડી રહ્યા હતા. તે ચુપચાપ બેસી ગયા. તેમ ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈરફાન અહમદની યાદીમાં જણાવાયું છે.
વધુમાં જણાવ્યું હતુ કે આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણી આવનાર છે. આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી એક ચોકકસ રણનીતિ ઘડી સપા, બસપા, કોંગ્રેસ, આરજેડી, અકાલી દળના તમામ પક્ષો પોતાની રાજનૈતિક જમીન ફરી મેળવવા માટે કમર કસી રહ્યા છે. કૃષિ વિધેયક બિલને બહાનું બનાવી કિસાનોને બહેકાવવા માટે ભાજપની સરકારના વિરોધમાં કાર્યક્રમો યોજી રહ્યા છે. તેમના આ પ્રયાસો ધોર નિંદનીય છે. કિસાનના હિતમાં કેન્દ્રની ૬ વર્ષની ભાજપની સરકાર અને વિભિન્ન પ્રદેશોની ભાજપ સરકારે જે કાર્યો કર્યો છે તેએક મિસાલ રૂપ બન્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે એમએસપી યથાવત રહેશે. સાથોસાથ ખેડુતોને પોતાની ઉપજ કયાં સારા ભાવ મળે ત્યાં વહેચવાની પુરી આઝાદી છે. ખેડુતોએ પોતાની ઉપજ માટે કોઈ કર કે નૂર ખર્ચ આપવાનો નથી વિધેયક ખેડૂતોને ઈ-ટ્રેડિંગ મંચ પૂરૂ પાડશે જેથી ઈલેકટ્રોનિકસ માધ્યમથી કોઈ બાધા વગર વેપાર સુનિશ્ર્ચિત કરી શકે ખેડુતો વેપારી સાથે સીધા જોડાઈ શકે. જેથી વચેટિયાઓ લાભ ન લે. અને પૂરતો ભાવ મળે. આ બીલથી ખેડુતો અત્યાઘુનિક કૃષિ, પ્રૌદ્યોગિક કૃષિ ઉપકરણ અને ઉતમ પેદાશ સુધી પહોચી શકશે. કોઈ પણ વિવાદની પરિસ્થિતિમાં તેનું નિરાકરણ ૩૦ દિવસમાં સ્થાનિક લેવલે થઈ શકે તે માટેની વ્યવસ્થા કરાઈ છે. આ બિલ ખેડુતને ૩ દિવસમાં ચૂકવણીની બાયેધરી આપે છે.
ખેડુતો ફકત તેમના પાકની જ નહી પરંતુ અન્ય રાજયોના લાઈસન્સ પ્રાપ્ત વેપારીઓ સાથે પણ વ્યવહાર કરી શકે છે. આ બજારમાં ભાગ લેશે અને ખેડુતોને તેમની મહેનત માટે સારા ભાવ પણ મળશે. ખેડુત અથવા વેપારીઓ ઈ-ટ્રેડિંગ પ્લેટ ફોર્મ દ્વારા કોઈ રાજયમાં અથવા વેપારનાં ક્ષેત્રમાં અન્ય રાજયો સાથેના વેપારમાં સામેલ થઈ શકે છે. આ બિલ દેશભરનાં ખેડૂતોને વેચવા માટે વન નેશન વન માર્કેટની કલ્પનાને પ્રોત્સાહન આપશે. હવે ખેડુત પેદાશો, જથ્થાબંધ વેપારીઓ અને રિટેલરો અને નિકાસકારો વગેરેમાંથી ખાતર બનાવતી કંપનીઓ સાથે પાકનું વેચાણ સીધો કરાર અથવા વ્યવસાયીક કરાર કરવામાં સમર્થ હશે. ખરીદનાર યોગ્ય કૃષિ મશીનરી અને ઉપકરણોની વ્યવસ્થા કરશે. પાક ઉત્પાદન દરમ્યાન ખેડુત પાકનો માલિકી ચાલુ રાખશે. અને પાકનો વિમો થશે અને જો જરૂરી હોય તો ખેડુત આર્થિક બનશે. તેઓ સ્થળોએથી લોન પણ લઈ શકશે. કેન્દ્ર સરકાર ખેડુતોને તેમના હકકો આપી રહી છે. ત્યારે પણ આ લોકો વિરોધ પર ઉતરી આવ્યા છે. આ લોકો ઈચ્છે છે કે દેશના ખેડુતો ખૂલ્લા બજારમાં તેમની પેદાશો વેચી ન શકે ખેડુતો જે સાધનોની પૂજા કરે છે તેને આગ લગાડી આ લોકો ખેડુતોનું અપમાન કરી રહ્યા છે. હવે ખેડુતોની અપમાન હિન્દુસ્તાન નહિ સહન કરી શકે.