દામનગર શહેરની એસ બી આઈ બેંકની કરન્સી ના સ્થળાંતર સામે વિરોધ આર બી આઈ નો અન્યાયી નિર્ણય પરત ખેંચો ની માંગ બુલંદ બની દામનગર શહેરની સમયાંતરે અનેક સેવાઓનું સ્થળાંતર થતું આવ્યું છે તિજોરી પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ડેપ્યુટી ઓફ પોલીસ તાલુકો સહિત જ્યૂડી કોર્ટ ની સુવિધા ગુમાવી રહેલ દામનગર શહેરને વધુ એક અન્યાય કેમ? દામનગર શહેરની એસ બી આઈ બેંક ની કરન્સી નું સ્થળાંતર આગામી તા૩૧/૧૨ના રોજ કરતા મિલ જિન ભડિયા હીરા ઉદ્યોગ એ પી એમ સી જી.આઈ ડી.સી સહિત ના ઇન્ડસ્ટ્રીસ્ટ નો ભારે વિરોધ દામનગર શહેરની કરન્સીનું સ્થળાંતર થતા અનેકો ને રોજગારી આપતા યુનિટો અને ઉદ્યોગો ધીમે ધીમે ભાગી જશે દામનગર શહેરના ચેમ્બર ઓફ કોમર્સ વાણિજ્ય બજાર ઉપર ગંભીર અસર કરતા આવા અન્યાયી નિર્ણય નો સર્વત્ર વિરોધ કરતા અનેકો અગ્રણીનો આર બી આઈ ના આ નિર્ણય થી નારાજગી જોવા મળી હતી. એસ બી આઈ બેંક કરન્સી ના સ્થળાંતર સામે ચિતા વ્યક્ત કરતા સ્થાનિક અગ્રણી હરજીભાઈ નારોલા ભારતીય કિસાન સંધના દેવરાજભાઈ ઇસામલિયાના સહિતના અગ્રણી ઓ દામનગર જી આઈ ડી સી ખાતે એકત્રિત થયા અને આર બી આઈ ના નિર્ણય થી ઉદભવતી સમસ્યા અને દામનગર નો વિકાસ રોજગારી પર થનાર અસરો થી રિજિયોનલ બ્રાન્ચ ને મળી ને વાકેફ કરાશે તેમ જણાવ્યું હતું.
દામનગરમાં એસ.બી.આઈ.ની સેવાઓના સ્થળાંતરથી વિરોધ
Previous Articleરાજકોટ બાર એસો.માં પ્રથમ વખત ભાજપ પ્રેરીત પેનલ મેદાનમાં
Next Article ડુંગળી બાદ બટેટાના ભાવમાં પણ ધરખમ વધારો