પંદર વર્ષ જૂના વાહનો હવે રોડ નહી ચાલે તેવા સરકારના નિર્ણયને આક્રોશ સાથે વિરોધ કરતા ખેડુત ઉત્કર્ષ સમિતિના પ્રવિણભાઈ નારીયાએ જણાવ્યુંં છે કે બીજા પશ્ર્ચીમ દેશોનું અનુકરણ કરવું અયોગ્ય છે. તેવા દેશની માથાદીઠ આવક મબલખ છે. અહી ભારત દેશની માથાદીઠ આવક નહીંવત છે.
ખેડુતો મધ્યમવર્ગના લોકોએ એક તો માંડ કરીને બે છેડા ભેગા કરી જીંદગીના સપા સમું વાહન લીધું હોય એ પણ લોન ઉપર અથવા વર્ષો કમાઈને આવા વાહનો 15 વર્ષમાં બદલાવવા અયોગ્ય છે. ભારત દેશ બીજા દેશ કરતા આર્થિક પછાત છે અન્ય દેશોમાં રોજગાર વધુ છે અને બેરોજગારોને પણ આર્થિક પેન્શન આપે છે. અને આર્થિક સધ્ધર દેશો છે. એ દેશોમાં આવો 15 વર્ષ જૂના વાહનો બદલાવાનો નિર્ણય વ્યાજબી છે.