ધ્રાગધ્રા બસ સ્ટેશન છેલ્લા બે વષઁથી ગોકળગતિની જેમ નિમાઁણ થઇ રહ્યુ છે ત્યારે બસ સ્ટેન્ડ નિમાઁણ થયા બાદ લોકોને સગવળ મળે કે નહિ તે બાદમા બહાર આવશે પરંતુ હાલતો લોકોને અગવળતા પડે તે ખરુ છે. ત્યારે આ બસસ્ટેન્ડના નિમાઁણની શરુવાત એટલે કે છેલ્લા બે વષઁથી એકપણ સરકારી બસ ટાઇમસર અથવા રુટ પ્રમાણે નથી ચાલતી જોકે બે વષઁ પહેલા પણ સમશ્યા આ જ હતી જ્યારે હવે તંત્રને બસસ્ટેન્ડ નિમાઁણનુ બહાનુ મળી ગયુ છે. પરંતુ તંત્રના ઉડાવ જવાબ ઊને બહાનાબાજીથી લોકોને શુ ભોગવવુ પડે છે તેની જાણ આ તંત્રના અધિકારીઓને કદાચ ખબર જ નહિ હોય અહિ ધ્રાગધ્રા પંથકના ૬૪ ગામો હોવાથી દરરોજ હજારો વિધાથીઁઓ પોતાના ભવીષ્યને ઉજ્જવળ બનાવવા માટે એટ.ટીનો સહારો લેવા દોટ મુકે છે પરંતુ સરકારી એસ.ટી ટાઇમસર નહિ આવતા અનેક વખત વિધાથીઁઓ દ્વારા અહિ બસ રોકી વિરોધ્ધ કરાયો છતા પણ તંત્રના પેટનુ પાણીય હલતુ નથી ત્યારે ફરી એક વાર પોતાને ભવીષ્યને ઉજ્જવળ બનાવવા ધ્રાગધ્રા તાલુકાના એજાર ગામે અભ્યાસ કરવા જતા વિધાથીઁઓને ટાઇમસર બસો નહિ આવતા વિધાથીઁઓનુ ભવીષ્ય અંધકાર તરફ ધકેલાતુ દેખાય છે જેથી એજાર ગામના સરપંચ તથા લોકો દ્વારા અનેક વખત અેસ.ટી ડેપો મેનેજરને લેખીત રજુવાતો કરી પોતાના ગામમા ટાઇમસર અને દરરોજ એસ.ટી બસની માંગ કરવા છતાય રજુવાતને ઘોળીને પી ગયેલા ડેપો મેનેજર સમક્ષ વિરોધ્ધ કરવા એજાર ગામના લોકો દ્વારા આજે સરકારી બસને પોતાના ગામની થોડે દુર રોકી રાખી વિરોધ્ધ જતાવાયો હતો. એસટી બસને ગામજનો દ્વારા રોકતા સમગ્ર એસ.ટી તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા. જ્યારે એજાર ગામ લોકોને કલાકોની સમજાવટ બાદ ટાઇમસર બસ આવશે તેવી બાહેધરી સાથે બાદમા ગામજનો એસ.ટી બસને જવા માટે રાજી થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.