જસ્ટીસ લોયા કેસના ચુકાદા તથા વડી અદાલતના ચાર ન્યાયમુર્તિઓના આક્ષેપો
વડી અદાલતે જસ્ટીસ બી.એચ.લોયા કેસમાં સ્વતંત્ર તપાસ કરવાની અરજી ફગાવી દેતા ગરમાવો વ્યાપી ગયો છે. જસ્ટીસ લોયાનું મૃત્યુ કુદરતી રીતે યું હોવાનું અવલોકન વડી અદાલતે કર્યું છે. કેસમાં યેલી અરજી ન્યાયતંત્રને બદનામ કરવાનો તેમજ જસ્ટીસ લોયા કેસમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ હોવાનું પણ વડી અદાલત માની રહી છે. પરિણામે કેસની તપાસ સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી)ને નહીં સોંપાઈ તેવો ચુકાદો વડી અદાલતે આપ્યો છે.
આ ચુકાદા બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજી ઈ રહી છે. લોયા કેસનો ચુકાદો દેશ માટે કાળો દિવસ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કરી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે અને મુખ્ય ન્યાયમુર્તિ દિપક મિશ્રા સામે મહાભિયોગ માટેનો તખતો તૈયાર કર્યો છે. જેના ભાગરૂપે આજે વિરોધપક્ષોની મહત્વની બેઠક મળવા જઈ રહી છે.
બીજી તરફ લોયા કેસની અરજી પાછળ કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો હા હોવાનો રાગ ભાજપ આલાપી રહ્યો છે. ભાજપે દાવો કર્યો છે કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહની રાજકીય કારકિર્દી ખતમ કરવાના હેતુી કોંગ્રેસ અરજીઓ કરી રહી છે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની માફીની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહને નિશાન બનાવવા કોંગ્રેસ અને તેના વડા રાહુલ ગાંધીએ કાવતરુ ઘડયું હતું.
બીજી તરફ લોયા કેસના ચુકાદામાં ચીફ જસ્ટીસ દિપક મિશ્રા અને જસ્ટીસ એ.એમ.ખાનવીલકર તા ડી.વાય.ચંદ્રચુડની ખંડપીઠે કહ્યું હતું કે, પબ્લિક ઈન્ટ્રેસ પીટીશન (પીઆઈએલ) જરૂરીયાતમંદ લોકો માટેની વ્યવસ હતી. જો કે, લોકો માટેની આ સુવિધા ધીમે ધીમે રાજકીય લાભ ખાટવાના વડી અદાલતે જસ્ટીસ લોયા કેસમાં આપેલા ચુકાદા બાદ વિવાદ ઘેરો બનતો જાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે, જસ્ટીસ બી.એચ.લોયા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનાવણી કરી રહેલા સીબીઆઈના વિશેષ જજ હતા. જે દરમિયાન જસ્ટીસ લોયાનું મૃત્યુ નિપજતા રાજકીયસ્તરે તર્ક-વિતર્ક અને આક્ષેપોએ જોર પકડયું હતું. ત્યારબાદ બોમ્બે લોયર્સ એસોસીએશનના દુષ્યંત દવે સહિતના વકીલો, વરિષ્ઠ એડવોકેટ ઈન્દિરા જયસીંગ અને પ્રશાંત ભુષણ તા કોંગ્રેસના નેતા તહસીન પુનાવાલા સહિતના અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં જસ્ટીસ લોયા કેસની સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજી કરી હતી. જેને વડી અદાલતે ફગાવી દીધી છે.
ભાજપના અધ્યક્ષ અમિત શાહને ફસાવવા આ અરજી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા ઈ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ આ ચુકાદા બાદ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા સામે મહાભિયોગ લાવવાનો તખતો ગોઠવી રહી છે. અગાઉ દિપક મિશ્રા સામે વડી અદાલતના ચાર ન્યાયાધીશોએ મનમાનીના આક્ષેપ કર્યા હતા. ત્યારી વિરોધ પક્ષ મુખ્ય ન્યાયમુર્તિ દિપક મિશ્રા સામે મહાભિયોગ લાવવાનો વિચાર કરી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com