રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર દ્વારા રાઇટ ટુ હેલ્થ બિલ વિધાનસભામાં પ્રસાર કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓની ઓપીડી અને આઇપીડી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મફ્તમાં કરવાની જોગવાઇ રાખવામાં આવી છે. દેશભરમાં તબીબો દ્વારા આ બીલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં તબીબો દ્વારા પણ આજે આ બીલના વિરોધમાં કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો. તબીબોએ કાળી પટ્ટી ધારણ કરી આજે દિવસ દરમિયાન કામગીરી બજાવી હતી.
આ બીલ સામે રાજસ્થાન જ નહીં દેશભરના તબીબોમાં ભારે વિરોધ વંટોળ ફાટી નિકળ્યો છે. રાજ્યમાં હજ્જારો ડોક્ટરોએ આજે બ્લેક મન્ડે મનાવ્યો હતો.