વાલ્મીકી સમાજ દ્વારા વિશાળ રેલી નીકળી, ડે.કલેકટરને આવેદન અપાયું
ધોરાજી વાલ્મીકી સમાજ દ્વારા પોતાની માંગણી ઓને લઈ ને આંદોલન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ વિશાળ રેલી અને મહીલા ઓ દ્વારા થાળી અને વેલણ વગાડીને સરકાર ને જગાડવાનો પ્રયત્ન અને ડેપ્યુટી કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું ધોરાજી વાલ્મીકી સમાજ દ્વારા પોતાની માંગણી ઓને લઈ ને આજરોજ આઝાદ ચોક ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે ગુજરાત નાં વાલ્મિકી સમાજ સફાય કામદાર નું રોજીરોટી નું એક માત્ર સાધન જાળું છે સફાય કામ છે ગુજરાત ની તમામ નગરપાલિકા માં પરી પત્ર મોકલી આપેલ છે કે નગરપાલિકા માં સફાઈ કામદાર રોજમદાર તરીકે ફરજ બજાવતા હોય તેઓ ને તત્કાલીન ફરજ માંથી મુક્ત કરવા કામ ઉપર થી છુટા કરી દેવા અને વાવચર પર રજીસ્ટર પર એક પણ સફાઈ કામદાર ને કામ પર લેવાં ના નહીં પરીપત્ર માં ઉલ્લેખ કરેલો છે
કે તમામ નગરપાલિકા અંદર હાઉસિંગ થી કામ કરાવું વાલ્મીકી સમાજ સફાઈ કામદાર દ્વારા હાઉસિંગ નો પરિપત્ર તાત્કાલીક ધોરણે રદ કરવા માં આવે સફાઈ કામદાર નું રોજીરોટી નું એક સાધન છે સફાય કામ જો ગુજરાત સરકાર સફાય કામ હાઉસિંગ લાવે તો સફાઈ કામદાર ભૂખે મારવાં નો વારો આવશે તો વાલ્મિક સમાજ દ્વારા પોતાની માંગણી ઓને લઈ ને આજરોજ ધોરાજી નાં આઝાદ ચોક ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જયાં સુધી સરકાર કોઈ નિવારણ નહીં આવે ત્યા સુધી આંદોલન ચાલું રહશે ત્યારે ધોરાજી નાં વાલ્મિકી સમાજ દ્વારા આજે આઝાદ ચોક ખાતે થી શહેર માર્ગો પર વિશાળ રેલી અને મહીલા ઓ દ્વારા થાળી અને વેલણ વગાડીને સરકાર ને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને ડેપ્યુટી કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને વાલ્મીકી સમાજ દ્વારા આવનારાં સમય માં આ આંદોલન વધું વેગવંતુ બનશે અને આવનારા દિવસોમાં અનજળ નો ત્યાગ પણ કરવામાં આવશે તેવું આંદોલન કારીઓ એ જણાવ્યું હતુ