- રૂપાલાનો વિરોધ ક્ષત્રિયો દ્વારા હજુ પણ યથાવત
- સમાજના આગેવાનોની પોલીસે અટકાયત કરી
અરવલ્લી ન્યૂઝ : મોડાસામાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિયો દ્વારા હજુ પણ યથાવત છે . ભાજપના સામાજિક સંવાદ કાર્યક્રમ બહાર ક્ષત્રિયોએ વિરોધ કર્યો હતો . ઉમિયા ચોક ખાતે ભાજપનો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો . તે દરમ્યાન ક્ષત્રિય સમાજ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો .
કેસરી ધજાઓ સાથે ક્ષત્રિયોએ વિરોધ કર્યો હતો . કાર્યક્રમ દરમ્યાન ક્ષત્રિય સમાજના વિરોધને જોતા પોલીસ કાર્યક્રમ સ્થળે પહોંચી વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરી હતી .
ઋતુલ પ્રજાપતિ