કાશ્મીર અંગેની બંધારણની કલમ ૩૭૦ને રદ કરવાનું અને આ સ્વર્ગીય પ્રદેશનું વિભાજન કરી દેવાતાં કાશ્મીરમાં તથા પાકિસ્તાનમાં રોષ-આક્રોશ અને વિરોધની તિવ્ર લાગણી પેદા થઈ છે. આમાં વિસ્મયજનક બાબત એ છેકે આ ઉશ્કેરાટનું મૂળ કાશ્મીરમાં છે. અને આતંકી પરિબળોએ તેમની રંજાડની ગતિવિધિઓ અને હૂમલાઓ માટે કચ્છની ભૂમિની પસંદગી કરી છે !
અબતક-ભૂજનો અહેવાલ દર્શાવે છે કે, કચ્છના દરિયા માર્ગે પાકિસ્તાન મરીન કમાન્ડો અને આતંકીઓ હુમલો કરે તેવા ઈનપૂટના પગલે કંડલા અને મુંદ્રા બંદરે કોસ્ટગાર્ડ, સીઆઈએસિઅફ અને બીએસએફનાં જવાનોને એલર્ટ કરવામાં આવ્યા છે. સમગ્ર કચ્છ વિસ્તારને હાઈ એલર્ટ જાહેર કરી દરિયાઈ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ઈન્ટેલીજન એજન્સીઓને મળેલ ઈનપૂટ મુજબ સિરક્રીકની સામે પાકિસ્તાનના ઈકબાલ બાજવા બંદર ખાતે આંતરરાષ્ટ્રીય સીમા પર સ્પેશ્યલ સર્વીસ ગ્રુપના કમાન્ડો તૈનાત કરવામા આવ્યા છે. બીજી તરફ સીમા સુરક્ષા જવાનો પણ કચ્છ અને બનાસકાંઠાની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સીમા પર સઘન પેટ્રોલીંગ શરૂ કરાયું છે.
નાપાક ગતિવિધિના પગલે ખંભાતના અખાતમાં પણ ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા ૫૦ મોટા જહાજો, ૧૦૦ હોડીઓ અને ૩૦૦ જેટલા નાના હોડકાની મદદથી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા ગુજરાતનાં બંદરો પર આતંકી હુમલાની દહેશતના કારણે કચ્છના હરામીનાળા અને સિરક્રીક વિસ્તારમાં આતંકીઓ દ્વારા ઘુષણખોરી ન થાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે.
અમદાવાદનો એક બીજો અહેવાલ આતંકી ઘુસણ ખોરીને લગતા આ અહેવાલને પુષ્ટિ આપે છે અને જણાવે છે કે દક્ષિણ ભારત બાદ હવે પશ્ર્ચિમી દરિયાકાંઠાથી પણ પાકિસ્તાનની નાપાક હરકત થવાના સંકેત મળ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા કંડલા અને મુંદ્રા બંદરો સહિત ગુજરાતનાં કચ્છ જિલ્લાના તમામ ચાવીરૂપ સ્થળ ઉપર સુરક્ષા વ્યવસ્થા અભૂતપૂર્વ કરવામા આવી છે. ગુજરાતમાં કંડલા બંદરની નજીક પાકિસ્તાની કમાન્ડો અને આતંકવાદીઓ ઘૂસણખોરી કરીને હુમલાને અંજામ આપી શકે છે. તેવા અહેવાલ આવી ચૂકયા છે. અહી જે ભેદી અને રહસ્યના આટાપાટા સમી બાબત જણાય છે તે દરિયાઈ માર્ગે અવર જવરની બાબત છે, જે અગાઉ બનેલી મુંબ, બોમ્બ ધડાકાની સનસનીખેજ ઘટનાની યાદ આપે છે.
આમ અત્યારની પરિસ્થિતિ જ ગંભીર છે, એમાં પાકિસ્તાને ભારતની વિરૂધ્ધ ‘ઈસ્લામિક વર્લ્ડ વોર’ની હિલચાલ હાથ ધર્યાનો ગંભીર અહેવાલ નવી દિલ્હીએ જાહેર કર્યો છે. એમાં દર્શાવાયું છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન કેમ સતત ઈસ્લામિક દુનિયાને ભારતની વિરૂધ્ધ ધડાકાવાનો પ્રયાસ કરી રહ્યા છે? શુ કામ હવે તેમની એકમાત્ર આશા ધાર્મિક કટ્ટરવાદ પર ટકેલીછે ? શુ ઈમરાન ખાન આવું કરવામાં સફળ થશે? શુ ઈસ્લામિક દેશ પણ ઈમરાન ખાન સાથે ઉભા રહેવાથી દૂર થઈ રહ્યા છે? આ તમામ પ્રશ્ર્ન ત્યારે ઉઠ્યા જયારે પાકિસ્તાનના પીએમ જમ્મુ કાશ્મીરના મુદે છેલ્લા કેટલાક દિવસથી સતત ઈસ્લામના નામ પર મદદ માગી રહ્યા છે. પરંતુ અત્યાર સુધીના તમામ સંકેત એ દર્શાવી રહ્યા છે કે નિરાશામાં ઈમરાન ખાનના હતાશાથી ભરેલા પ્રયાસો સફઈ થઈ રહ્યા નથી.
જે રીતે કાશ્મીર મુદા પર પાકિસ્તાનને સંપૂર્ણ પણે અલગ અલગ રહ્યું છે. અને મુસ્લીમ દેશોએ પણ ઈમરાનખાનનો સાથ આપ્યો નથી તેનાથી પાકિસ્તાનમાં તેની વિરૂધ્ધ નારાજગી ઝડપથી વધી રહી છે. જયારે જમ્મુ કાશ્મીરમાંથી સરકારે કલમ ૩૭૦ હટાવાનો નિર્ણય લીધો અને ઈમરાન ખાને સૌથી પહેલા તેના પર આંતરરાષ્ટ્રીય સમુદાયનો સાથ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
અહી આ નિર્ણયની બરાબર પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પન તરફથી બંને દેશોની વચ્ચે મધ્યસ્થતાના પ્રસ્તાવથી આશા પણ જાગી હતી પરંતુ ધીમેધીમે તમામ દેશોએ કાશ્મીર પર ભારતના નિર્ણયને આંતરીક મામલો ગણાવી આ મામલે હાથ ઉંચા કરી દીધા. અહીથી ઈમરાન ખાન વધુ ગિન્નાયા અને તેમણે તેને ઈસ્લામિક રંગ આપવાનું શરૂ કરી દીધું છે.
આ બધુ એમ માનવા પ્રેરે છે કે, પાકિસ્તાન અને અમુક ઈસ્લામિક રાષ્ટ્રો વચ્ચેક કાંઈક રંધાઈ રહ્યું છે. જેના ઓછાયામાં કચ્છ અને ગુજરાત આવ્યા છે….
આગામી દિવસોમાં કશુંક સનસનીખેજ બની શકે છે.