ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ 2018-19નું અંદાજપત્ર રજૂ કરાશે. નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આજે બપોરે 1 વાગ્યે વિધાનસભા ગૃહમાં ગુજરાત બજેટ 2018-19 (Gujarat Assembly Budget 2018-19) રજૂ કરી રહ્યા છે, તેઓ પાંચીવાર બજેટ રજૂ કરે છે. બજેટ પહેલાં 12 વાગ્યે સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીકાળથી થઇ હતી.વિપક્ષએ હોબાળો કર્યો હતો.
– નીતિન પટેલે ગુજરાત સરકારનું 1.83 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું
– ગુજરાતનો વિકાસપથ અંદાજપત્રમાં હશે
– બજેટ પ્રવચન દરમિયાન વિપક્ષનો હોબાળો
– હર્ષદ રિબડીયાને ગૃહમાંથી દૂર કરાયા
– વિપક્ષનું વોકઆઉટ
– અલ્પેશ ઠાકોર સસ્પેન્ડ, વિધાનસભા વેલમાં ધસી આવતાં કર્યા સસ્પેન્ડ
– પ્રશ્નોતરીકાળ દરમિયાન દારૂ મુદ્દે બોલવા માંગતા હતા અલ્પેશ ઠાકોર, અધ્યક્ષ નહીં ટકોર છતાં વારંવાર ઉભા થતાં સસ્પેન્ડ
ઉલ્લેખનીય છે કે, આજે નીતિન પટેલ ત્રીજી વખત બજેટ રજૂ કરશે, જ્યારે બજેટ કેન્દ્રમાં રજૂ થયેલા બજેટની પેટર્ન પ્રમાણે હશે અને ખેડૂતો, પાણી અને રોજગારી આ ત્રણ મુદ્દા પર ખાસ ભાર મુકાશે.