સીઝેડએમપી નકશામાં અનેક ખામીઓથી સુનાવણી મોકૂફ રાખવા માંગ: ધારાસભ્ય અમરીશ ડેર સહિત સ્થાનીક સંગઠનો, દરિયાનો દાયરો કાનુની સહાય કેન્દ્ર રાજુલા, ગૌરક્ષણ અને પર્યાવરણ ટ્રસ્ટે, પરમાર્થ એજયુકેશન ટ્રસ્ટ વિગેરેએ ધારદાર રજુઆત કરી
રાજુલા ખાતે જીલ્લા કલેકટર આયુષ ઓકના અઘ્યક્ષતામાં સીઝેડએમપી લોક સુનાવણીની યોજાઇ હતી. દરિયાકાંઠાના ર૯ ગામના લોકોએ સ્થાનીક સંગઠનોએ, ધારાસભ્ય અમરીશભાઇ ડેરે વિગેરે ઉગ્ર વિરોધ કર્યો હતો અને લોક સુનાવણી મોકુફ રાખવા જોરદાર અને ઉગ્ર રજુઆત થઇ હતી.રાજુલના ધારાસભ્ય અમરીશ ડેરે વાંધાઓ લીધા હતા કે આ સુનાવણી મોકૂફ રાખી લોકોને નકશાઓ પુરા પાડી, લોકોને પુરી જાણકારી આપી, અને લોકો વાંધાઓ રજુ કરી શકે તે રીતે સુનાવણી કરવા માંગ કરી હતી.ચેતનભાઇ વ્યાસએ લોક સુનાવણી રદ કરી ફરી વખત કરવા આ મુજબ વાંધાઓ લીધા હતા (૧) ગામોની અંદર સીઝેડએમપી અંગેની વિગતો આપવામાં આવી હતી.
જે ફકત અહેવાલ અને જમીનના સર્વે નંબરો જ હતા પરંતુ મુળ પાયાની વસ્તુ જે ગામનો નકશો હોવો જોઇએ તે કોઇપણ ગામે આપેલ નથી. જે અંગેની રજુઆત થતાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી ફાલ્ગુન મોદીએ પણ સ્વકાર્યુ અને કહ્યું કે નકશાઓ કોઇણ ગામના આપવામાં આવેલ નથી. અધુરી વિગત હોવાને કારણે આ સુનાવણી મોકુફ રાખવા માંગણી કરે હતી.
અરવિંદ ખુમાણ દરિયાનો દાયરો કાનુની સહાય કેન્દ્રનાએ સીઝેડએમપી મુદ્દે નીચે મુજબના વાંધાઓ લઇ સુનાવણી રદ કરવા માંગણી કરી કહ્યું કે, (૧) સીઝેડએમપી ના જે નકશાઓ નેટ પર મુકવામાં આવ્યા છે. અને સુનાવણીમાં જે નકશાઓ અલગ છે આ રીતે લોકોને સુનાવણીમાં પણ કોટી વિગતો બતાવવામાં આવી છે જેથી સુનાવણી રદ કરો (ર) સીઝેડએમપી ના જે નકશાઓ નેટ પર છે તે ટુકડાઓમાં છે જેથી કોઇ ગામનો પુરો નકશો નેટ પર ના હોય લોકો નકશાઓ સમજી શકય નથી.
તેમજ ગ્રામ પંચાયતોને પણ નકશાઓ આપેલ નથી જેથી સુનાવણી રદ કરો (૩) નકશામાં માછીમારોની બોટો લાંગરવાના સ્થળ, માછલીઓ સુકવવાના સ્થળ, જેટી, માછીમારી ગામો દર્શાવેલ નથી. જેથી સુનાવણી કરો (૪) દરિયાકાંઠાના મેન્ગૃઝના જંગલો જે છે તેને કરતા ઓછા બતાવેલ છે જેથી તેની સુનાવણી રદ કરો (પ) નકશામાં દરેક ગામના સર્વે નંબર નથી બતાવ્યા, ગામના નામ નથી બતાવ્યા જેથી લોકો પોતાના ગામની જમીનને ઓળખી શકતા નથી અને વાંધા લઇ શકતા નથી જેથી સુનાવણી રદ કરો (૬) સીઆરઝેડ નોટીફીકેશન ૨૦૧૮ હજી ફાઇનલ થયેલ નથી છતાં મેપ ઉતાવળે અને શંકાસ્પદ રીતે તૈયાર કરી છે.
પ્રતાપભાઇ જે વારુએ પણ જોરદાર રજુઆત કરી નકાશોનો વિરોધ કર્યો અને ફરીવાર લોક સુનાવણી યોજવા માંગણી કરી હતી.તેમજ સામાજીક ન્યાય કેન્દ્ર અમદાવાદના ધવલભાઇ ચોપડા, પર્યાવરણ મિત્રના મહેશભાઇ પરમાર વિગેરેએ સુનાવણીમાં કાનુની રીતે રજુઆત કરવા માર્ગદર્શન આપ્યું હતું તથા ભેરાઇના સપાચ બાવભાઇ રામ તથા રામપરા ના સરપંચ સનાભાઇ વાઘ, કથીવદરના સરપચ અરજણભાઇ વાઘ તથા પીપાવાવના ભાણાભાઇ, વિકસતાના વરહ સ્વરુપના ભરતભાઇ વિગેરેએ સીઝેડએમપી ની ખામીઓ સામે જોરદાર વિરોધ કરેલ હતો.સુનાવણીના અંતે અસરગ્રસ્ત લોકો અને સ્થાનીક સંગઠનોએ સીઝેડએમપી લડત સમીતીની રચના કરેલ છે.
જેમાં ગુજરાત રાજયના સીઝેડએમપી ની ગોલમાલ મુદ્દે લડત ચલાવાશે. જેમાં ગુજરાતમાં માછીમારો, દરિયાકાંઠાના ગામોના લોકોએ જોડવા અને આગળની કાનુની લડત ચલાવવા સમીતીની રચના થયેલ છે. જેમાં જોડવા દરિયાનો દાયરો કાનુની સહાય કેન્દ્ર રાજુલના અરવિંદભાઇ ખુમાણ ૮૧૨૮૩ ૨૧૨૯૧ તથા ગૌરક્ષક અને પર્યાવરણ બચાવ ટ્રસ્ટ રાજુલના ચેતનભાઇ વ્યાસ ૭૫૬૭૧ ૧૭૨૦૧ તથા યુવા આગેવાન અજયભાઇ શિયાળ ૭૬૨૧૦ ૫૪૮૨૪ ઉપર ગુજરાતના રસ ધરાવતા લોકોએ જોડવા હાંકલ કરેલ છે.