મામુલી હુંડીયામણનાં લોભમાં ભારત સરકાર અને રાજયોની સરકાર સમગ્ર ભારતની નિર્દોષ પ્રજાને લાખો અબોલ જીવોની હત્યામાં અજાણતા ભાગીદાર બનાવવા જઈ રહી છે. ભારતમાં અમુક રાજયમાંથી વિદેશી પ્રજાના ખોરાક માટે દેશનું બહુમુલુ, જીવતુ પશુધન સતત નિકાસ થતું હોય છે.

જે અંગે પ્રચંડ પુણ્ય પ્રકોપ સમગ્ર રાષ્ટ્રમાંથી અને બિનનિવાસી ભારતીયોમાંથી પણ પ્રવર્તમાન સરકાર સામે ફાટી નીકળ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, સુરેશ પ્રભુ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની ઉપસ્થિતિમાં નાગપુર એરપોર્ટ પરથી જીવતા ઘેટા-બકરા શારજાહ રવાના થનાર હતા.

મહારાષ્ટ્ર સરકારે વિદેશી હુંડિયામણ રળવા માટે ત્રણ મહિના દરમ્યાન સમગ્રપણે એક લાખ ઘેટા-બકરાને વિમાન દ્વારા નિકાસ કરી શારજાહ મોકલવામાં આવનાર હતા. આ સમાચારથી દેશની પ્રજામાં અરેરાટી વ્યાપ્તા અને પ્રચંડ વિરોધ થયો આ નિકાલ મુલત્વી રહી હતી પરંતુ નાસીકથી હજુ આ પ્રકારના જીવતા પશુઓની નિકાલ તેની હત્યા માટે ચાલુ જ છે.

સતત નિકાસના મહાભયંકર પાપ અને મીટ એક્ષપોર્ટ અંગે પ્રચંડ વિરોધ કરવા સમગ્ર ભારતના જીવદયાપ્રેમીઓ તથા.૧૫ના રોજ ઈન્ડિયા ગેટ, નવી દિલ્હી ખાતે બપોરે ૧૨ થી ૨ વાગ્યા દરમ્યાન બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાનો આક્રોશ ઠાલવશે. દિલ્હી ખાતેના આ શાંતિપૂર્ણ આંદોલન અંગે વિશેષ માહિતી વિશ્વા જૈન સંગઠનના અધ્યક્ષ સંજય જૈન (મો.૯૩૧૨૨ ૭૮૩૧૩, ૮૮૦૦૦ ૦૧૫૩૨, ૯૦૧૧૧ ૦૨૧૭૦ પાસેથી મળી શકશે. પ્રતિકાત્મક, શાંતિપૂર્ણ વિરોધનો કાર્યક્રમ રાજકોટ ખાતે પણ યોજાશે. સૌને જીવતા અબોલ પશુઓની નિકાસ તેમજ મીટ એક્ષપોર્ટ બંધ કરાવવા અંગે સરકાર રજુઆત કરવા મિતલ ખેતાણી, સંજયભાઈ મહેતા, ચંદ્રકાંતભાઈ શેઠ, ઈશ્વરભાઈ દોશી, મુકેશભાઈ બાટવીયા, ડોલરભાઈ કોઠારી, રાજેન્દ્રભાઈ શાહ, પ્રતિક સંઘાણી, રાજુભાઈ શાહ, મિલનભાઈ કોઠારી, મયુરભાઈ શાહ, કપીલભાઈ શાહ, રચીતભાઈ શાહ, અમિતભાઈ દેસાઈ વિશેષએ અનુરોધ કર્યો છે. વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી મો.૯૮૨૪૨ ૨૧૯૯૯, પ્રતિક સંઘાણી મો.૯૯૯૮૦ ૩૦૩૯૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.