આંગણવાડી અને આશા વર્કરોમાં માનવ સેવા આપતી બહેનો તેઓના વેતન વધારા અંગે હવે રસ્તા પર ઉતરી આવી અને સરકાર સામે ધરણા-વિરોધ પ્રદર્શન ચક્કાજામના કાર્યક્રમો આપી રહી છે. આજે આંગણવાડીનાં આંગણવાડી વર્કરો દ્વારા કલેકટર તથા કમિશ્રર કચેરીએ પ્રવેશ બંધી કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.અન્ય રાજયોમાં આંગણવાડી વર્કરોને રૂ. ૭ થી ૧૦ હજાર પગાર અપાય છે અને આશા વર્કરોને ૬ હજાર અપાય છે જયારે ગુજરાતમાં માત્ર પપ૦૦ થી ૪૦૦૦ સુધીનો પગાર અપાય છે.
આ બાબતે આજે વિરોધ પ્રદર્શન કરવા સેંકડો બહેનોએ સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. આંગણવાડી વર્કરો દ્વારા કલેકટર તથા કમિશ્રર કચેરીએ પ્રવેશ બંધી કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. મોરબી જીલ્લા પ્રમુખ રંજનબેન સાંગાણી, રાજકોટ આશા પ્રમુખ કિરણ બહેન નિમાવત અને આંગણવાડી સંગઠનના રાજય ઉપપ્રમુખ નસીમ મકરાણી, મહામંત્રી ભારતી મકવાણા, કૈલાસ રોહીત, રમીલાબેન, સુરતના રેખાબહેન પાટીલ, કિરણબહેન પરમાર, કૃપાબહેન જોષી વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.