૧ર જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટના ચાર સિનીયર જજોના પ્રશ્ર્નોની રજુઆતને લઇ વિપક્ષો આક્રમક મુડમાં: સીજીઆઇ દિપક મિશ્રાને ઘેરવા મહાભિયોગનો તખ્તો તૈયાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે અવિશ્ર્વાસની દરખાસ્ત બાદ હવે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાને મહાભિયોગ ની પ્રક્રિયા દ્વારા ઘેરવા કોંગ્રેસ સહીતના વિપક્ષોએ તખ્તો તૈયાર કર્યો છે.
એન.સી.પી. નેતા ડી.પી. ત્રિપાઠીએ આ વિશે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીમ દીપક મિશ્રાની વિરુઘ્ધ મહાભિયોગ પ્રક્રિયાના પ્રસ્તાવ પર ઘણી પાર્ટીઓએ હસ્તાંક્ષર કરી દીધા છે. જેમાં એનસીપી, લેફટ ટીએમસી અને કોંગ્રેસ સહીતની પાર્ટીઓ સામેલ થઇ છે.સીજેઆઇ દીપક મિશ્રાને ઘેરવા વિપક્ષો એક જુથ થયા છે. જણાવી દઇએ કે, ન્યાયાધીશ દીપક મિશ્રા ર૭ ઓગષ્ટ ૨૦૧૭ના રોજ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જે.એસ. ખેહરની સેવાનિવૃતિ બાદ ભારતના ૪પમાં મુખ્ય જજ બન્યા છે. તેમનો કાર્યકાળ ર-ઓકટોબર ૨૦૧૮ ના રોજ પૂર્ણ થશે. પરંતુ કાર્યકાળ પૂર્ણ થયા પહેલા તેમને સીજેઆઇના પદ પરથી ઉતારવા વિપક્ષોએ મહાભિયોગ લાવવાની રણનીતી ઘડી છે.સીજેઆઇ દીપક મિશ્રા વિરુઘ્ધ મહાભિયોગની પ્રક્રિયા વિશે પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સૌ પ્રથમ પ્રતિક્રિયા આપી હતી અને આ રણનીતીમાં વિપક્ષોને સાથ આપવા હાંકલ કરી છે. જણાવી દઇએ કે, સીજેઆઇ મિશ્રા વિરૂઘ્ધ મહાભિયોગ પ્રસ્તાવની વાત ત્યારે સામે આવી જયારે સુપ્રીમ કોર્ટના ચાર વરીષ્ઠ જજોએ આ નવા વર્ષની શરુઆત એટલે કે ૧૨ જાન્યુઆરીના રોજ એક કોન્ફરન્સ સંબોધી સુપ્રીમ કોર્ટમાં કંઇ બરાબર ચાલી રહ્યું નથી તેવો ખુલાસોકર્યો હતો અને દીપક મિશ્રા વિરુઘ્ધ શાબ્દિક પ્રહારો કરી મીડીયા સમક્ષ પ્રશ્ર્નોની રજુઆત કરી હતી. જેને લઇ વિપક્ષોએ દીપક મિશ્રાને ધેરવા મહાભિયોગ લાવવાની તૈયારી દાખવી છે.પશ્ર્ચિમ બંગાળના સીએમ મમતા બેનજીએ કહ્યું હતું કે ચાર વરીષ્ઠ જજોના પ્રશ્ર્નોને નકારી શકાય નહી આથી મહાભિયોગની પ્રક્રિયામાં અમે સાથ આપશીું. જો કે હજુ મહાભિયોગ ઉપર અંતિમ પગલાઓ લેવાઇ રહ્યા છે. અને વિપક્ષો સામે ચર્ચા વિચારણા થઇ રહી છે.
શું છે મહાભિયોગ પ્રક્રિયા ?
ભારતીય સંવિધાનમાં ન્યાયધીશો ઉ૫ર મહાભિયોગનો ઉલ્લેખ અનુચ્છેદ ૧ર૪ (૪)માં કરાયો છે જે અંતર્ગત સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના કોઇપણ ન્યાયાધીશ કે જેના પર અક્ષમતા, રાજદ્રોહ જેવા ગંભીર ગુનાઓ સાબિત કરવા મહાભિયોગની પ્રક્રિયા કરાય છે. મહાભિયોગની પ્રક્રિયા સંસદના બંને ગૃહમાં થાય છે જે ગૃહમાં આ માટે પ્રસ્તાવ પસાર થાય છે તે ગૃહ વધુ તપાસ માટે બીજા ગૃહમાં પ્રસ્તાવ મોકલે છે. અને સંસદમાં ન્યાયધીશો પર લાગેલા પ્રસ્તાવ મોકલે છે. અને સંસદમાં ન્યાયધીશો પર લાગેલા આરોપોની તપાસ થાય છે. જેના પરિણામો બહુમતથી પસાર કરી નિર્ણય માટે બીજા ગૃહમાં મોકલાય છે. આ મહાભિયોગ પ્રસ્તાવ પર ફરીથી મતદાન થાય છે અને બે તૃતીયાઉશ મતોની મંજુરી બાદ છેલ્લો નિર્ણય લેવાય છે. ન્યાયધીશોની વિરુઘ્ધ મહાભિયોગ માટે કોઇપણ આરોપ કે ફરીયાદ પર લોકસભાના ૧૦૦ સાંસદો અને રાજયસભાના પ૦ સાંસદોની સ્વીકૃતી જરુરી હોય છે. રાષ્ટ્રપતિ,, સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના ન્યાયાધીશોની વિરુઘ્ધ મહાભિયોગ લાવવું સરળ હોય છે પરંતુ આ પ્રક્રિયા અધરી અન જટીલ હોવાથી સાબીત કરવું ખુબ જ મુશ્કેલ છે.
અત્યાર સુધીમાં બે વખત મહાભિયોગ લાવવામાં આવ્યું છે
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની વિરુઘ્ધ જો વિપક્ષો મહાભિયોગ લાવશે તો દેશના ન્યાયીક ઇતિહાસમાં તેઓ ત્રીજા જજ હશે કે જેની વિરુઘ્ધ મહાભિયોગ લાવવામાં આવ્યું હોય. આ અગાઉ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વી.રામાસ્વામી પર વર્ષ ૧૯૯૩માં મહાભિયોગ પ્રક્રિયા વિપક્ષો લાવ્યા હતા. જેનો પ્રસ્તાવ લોકસભામાં જ નકારાયો હતો ત્યારબાદ કોલકતા હાઇકોર્ટના જસ્ટીશ સૌમિત્ર સેનને મહાભિયોગનખો સામનો કરવો પડયો હતો. સૌમિત્ર સેન વિરુઘ્ધ વર્ક્ષ ૨૦૧૧ માં મહાભિયોગ લવાયું હતું. પરંતુ તેમણે લોકસભામાં મહાભિયોગનો સામનો કરતા પહેલા જ પદથી રાજીનામું ધરી દીધું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,