દિલ્હી ખાતેની બેઠકમાં સીટ વહેંચણીનું કોકડું ગુંચવાયું, હવે રાજ્ય સ્તરે આ મામલો ઉકેલવામાં આવશે
જે બેઠકો પહેલાથી જ ઈન્ડિયા જૂથ પાસે છે તેને વહેંચણીમાં સામેલ કરવી ન કરવાનો નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાનો પ્રસ્તાવ
વિપક્ષોમાં ફરી એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ સર્જાયો છે. કારણકે બેઠકમાં સીટની ભાગબટાઈનું કોકડું ગૂંચવાતા હવે તે અંગે ઓક્ટોબર મહિનામાં નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
વિરોધ પક્ષોના ઇન્ડિયા જૂથે ગઇકાલની મિટિંગમાં રાજ્યની ચૂંટણીઓ અને 2024ની લોકસભાની ચૂંટણી માટે સીટ-વહેંચણીની ફોર્મ્યુલા પર કામ કરવાના વિવાદાસ્પદ મુદ્દાને મુલતવી રાખવાનો નિર્ણય કર્યો અને કહ્યું કે આ મામલાને રાજ્ય સ્તરે ઉકેલવામાં આવશે.
એનસીપી ચીફ શરદ પવારના નિવાસ સ્થાને યોજાયેલી તેમની 14-સભ્ય સંકલન સમિતિની પ્રથમ બેઠક પછી, સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપને સીધી લડાઈમાં જોડવા માટે તેમની વચ્ચે બેઠકો વહેંચવાનું કાર્ય ઓક્ટોબરના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જોકે વિરોધ પક્ષોના ઇન્ડિયા જૂથે જણાવ્યું હતું કે સીટ-વહેંચણીની ફોર્મ્યુલા રાજ્ય સ્તરે નક્કી કરવામાં આવશે.
દિલ્હીમાં તેમની 14-સભ્ય સંકલન સમિતિની પ્રથમ બેઠકમાંથી બહાર આવતા, નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું, મેં પ્રસ્તાવ મૂક્યો છે કે જે બેઠકો પહેલાથી જ ઈન્ડિયા બ્લોકના સભ્યો પાસે છે તેને વહેંચણીમાં સામેલ કરવી ન જોઈએ. તે બેઠકોની વહેંચણી કરવી જોઈએ જે કાં તો શાસક પક્ષ પાસે છે.
વધુમાં ઇન્ડિયા જૂથની બેઠકમાં સમગ્ર ભારતમાં સંયુક્ત જાહેર રેલીઓ શરૂ કરવાનું, જાતિની વસ્તી ગણતરી હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તૃણમૂલ કોંગ્રેસ, જેના મુખ્ય મમતા બેનર્જીએ મુંબઈમાં છેલ્લી બેઠકમાં જોડાણના એજન્ડામાં જાતિની વસ્તી ગણતરી કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો, તેઓએ ગઇકાલની બેઠકમાં પ્રતિનિધિત્વ કર્યું ન હતું.
ટીએમસી કાર્યકર્તા અભિષેક બેનર્જીની ગેરહાજરીને ચિહ્નિત કરવા માટે બુધવારની બેઠકમાં એક ખાલી ખુરશી મૂકવામાં આવી હતી. વેણુગોપાલે અઢી કલાકની મીટિંગ પછી બુધવારની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સની શરૂઆત એમ કહીને કરી કે, “ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદીની બદલાની રાજનીતિને કારણે બેનર્જી મીટિંગમાં હાજર રહી શક્યા ન હતા.”
બુધવારે ગેરહાજર રહેલા અન્ય સીપીએમના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ એજન્ડા પર અગાઉ પવાર સાથે વાત કરી હતી. કોઓર્ડિનેશન પેનલે નક્કી કર્યું કે ઇન્ડિયા જૂથ સંયુક્ત જાહેર રેલીઓ શરૂ કરશે. જેમાં પ્રથમ રેલી મધ્યપ્રદેશના ભોપાલમાં ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં યોજાવાની સંભાવના છે.