પંજાબ નેશનલ બેંકના ગોટાળા તથા અન્ય આર્થિક કૌભાંડો મુદ્દે વડાપ્રધાન મોદીનો જવાબ ઈચ્છતા વિરોધ પક્ષો
સંસદમાં દ્વિતીય બજેટ સત્રનો પ્રારંભ થઈ ચૂકયો છે. વિરોધ પક્ષોએ સરકારને પંજાબ નેશનલ બેંક સહિતના ગોટાળાઓ મુદ્દે ઘેરવાનો તખ્તો તૈયાર કર્યો છે. બન્ને સદનમાં આજે ર્આકિ કૌભાંડો મુદ્દે વિરોધ પક્ષો સરકાર ઉપર વરસી પડશે તેવું ફલીત થયું છે. દલીતો પર તા અત્યાચારોમાં વધારો, ખેડૂતોની લાચારી, ર્આકિ વિકાસ મંદ પડવો અને રોજગારી સર્જનમાં ઘટાડો સહિતના મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી ઈ ગઈ છે.
વડાપ્રધાન મોદી પાસે વિરોધ પક્ષો હજારો કરોડના પંજાબ નેશનલ બેંકના કૌભાંડનો જવાબ માંગી રહ્યાં છે. બેંક કૌભાંડના કિસ્સામાં નિયમ ૨૬૭ હેઠળ ચર્ચા માટે રાજયસભામાં કોંગ્રેસના નેતા આનંદ શર્માએ નોટિસ પાઠવી છે. વિરોધ પક્ષોને જવાબ આપવા સરકારે ઈકોનોમીક ઓફેન્ડર બીલ લાવવાનું પાસુ ફેંકયુ છે. આ બીલ હેઠળ નાણા ચૂકવવામાં હા ઉંચા કરી દેનાર વ્યક્તિની મિલકત સરકાર ટાંચમાં લઈ શકશે. બીલની અંદર બેનામી સંપતિનો મુદ્દો પણ સમાવી લેવાયો છે.
સંસદના દ્વિતીય સત્રમાં વિરોધ પક્ષો વડાપ્રધાન મોદીનો પંજાબ નેશનલ બેંકના કૌભાંડ મુદ્દે જવાબ માંગી રહ્યાં છે. આ ઉપરાંત કાર્તિ ચિદમ્બરમ્ સહિતનાને દબાવી મોદી સરકાર રાજકીય સ્પર્ધકોને પરેશાન કરતી હોવાનો આક્ષેપ પક્ષ વિરોધ પક્ષોએ કર્યો છે. સત્રના બીજા સેશનમાં કેન્દ્રીય બજેટ હેઠળ વિવિધ મંત્રાલયોને ફાળવવાની તી ગ્રાન્ટ મુદ્દે પણ ચર્ચા થશે.
સદમાં ઓબીસી કમીશન તેમજ પેમેન્ટ ગ્રેચ્યુટી બીલ, સ્પેશીફીક રીલીફ બીલ અને ધ ડેન્ટીસ્ટ બીલ પણ મુકાવાના છે. રાજયસભામાં સરકારે મોટર વ્હીકલ બીલ, સ્ટેટ બેંક બીલ સહિતના મુસદા મુકવાની તૈયારી કરી છે. બેન્કિંગ ક્ષેત્રમાં યેલા ગોટાળા સંસદને તોફાની બનાવશે તે વાતમાં કોઈ બે મત નથી. સરકારે આ મુદ્દે લડવાની તૈયારી કરી છે.
લોકસભાએ પસાર કરેલુ ત્રીપલ તલાક બીલ રાજ્યસભામાં કસોટીની એરણે
દેશ માટે ઐતિહાસિક ગણાતું ત્રિપલ તલાક બીલ સરકારે લોકસભામાંથી પારીત કરી દીધું હતું. હવે ઈન્સ્ટન્ટ ત્રિપલ તલાકને ગુનાહિત ગણાવતું આ બીલ રાજયસભામાં મુકાવાનું છે. રાજયસભામાં સરકારની બહુમતી ની. માટે આ વખતે ત્રિપલ તલાક બીલ પારીત કરવામાં કસોટી થશે. વિરોધ પક્ષો કાયદામાં કેટલાક સુધારા સુચવી રહ્યાં છે જે કર્યા બાદ જ બીલ પારીત થશે તેવી શકયતા છે.
ન હોય… લોકસભામાં હાજરી ૧૩૪.૬૧ અને રાજ્યસભામાં ૯૬.૩૧ ટકા ઘટી
લોકસભા અને રાજયસભામાં એકાએક સભ્યોની હાજરીમાં વધારો જોવા મળી રહ્યો છે. આંકડા મુજબ લોકસભામાં ઐતિહાસિક ૧૩૪.૬૧ ટકા હાજરી રહી છે. જયારે રાજયસભામાં ૯૬.૩૧ ટકા હાજરી મળી છે. રાજયસભામાં રાષ્ટ્રપતિના ઉદ્બોધનમાં સૌથી વધુ હાજરી જોવા મળી હતી. આ ઉપરાંત લોકસભામાં ગરમા ગરમ ચર્ચા દરમિયાન સભ્યોની હાજરીમાં ઉછાળો નોંધાયો હતો. છેલ્લા બંને સેશનમાં કેન્દ્રીય બજેટ સહિતના મુસદાના કારણે સભ્યોની હાજરી વધુ રહી હતી.
દલીતો સામેના વધતા ગુના, ખેડૂતોની મુશ્કેલીઓ, ર્અતંત્ર ધીમુ પડવુ અને બેરોજગારીમાં વધારો સહિતના મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી