મહાનગર પાલિકાની  ગઈ કાલે મળેલી સામાન્ય સભામાં ફક્ત એજન્ડા પર જ ચર્ચા કરી કામગીરી પૂર્ણ કરી દેવાતા વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષ દ્વારા શહેરમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરવાની માગ કરવામા આવી હતી. પરંતુ, વિપક્ષી સભ્યો ચર્ચા કરે તે પહેલા જ બોર્ડના અધ્યક્ષ દ્વારા બોર્ડની કામગીરી પૂર્ણ કરી દેવાતા વિપક્ષી સભ્યોએ મેયર અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કીર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

20210518124459 1621333081

20210518114355 1621333191

 

 

 

 

મહાનગર પાલિકા દ્વારા ગઈકાલે સામાન્ય સભા યોજાઈ હતી તેમાં ચાર એજન્ડા લેવામાં આવ્યા હતા જેમાં અલગ-અલગ સમિતિઓની રચના કરવામાં આવી હતી. જ્યારે હાલ સામાન્ય સભામાં સમિતિઓની રચના સિવાય કોઈપણ પ્રકારનો એજન્ડા ન હોવાથી વિરોધ પક્ષના નેતા અને સભ્યોએ ચર્ચા કરવાની માગણી કરી હતી ત્યારે મેયરના અધ્યક્ષ સ્થાનેથી મેયરે કહ્યું હતું કે સમિતિની રચના થઇ ગયા બાદ આપણે ચર્ચા કરીશું.જ્યારે વિરોધ પક્ષના વિપક્ષી નેતાએ ચર્ચા કરવા ઉભા થયા અને થોડી ચર્ચા થઈ હતી ત્યારે બોર્ડ પૂર્ણ થઇ જતા વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મહત્વનું છે કે, જામનગર શહેર માં કોરોના મહામારીની સ્થિતિને લઈ ચર્ચા કરવા માટે વિપક્ષ દ્વારા ખાસ સામાન્ય સભા બોલાવવાની માગ કરવામા આવી હતી. જો કે, બહુમતીના જોરે વિપક્ષની આ દરખાસ્ત નામંજૂર કરી દેવાઈ હતી.

મનપા દ્વારા રિબેટ યોજના માટે મોબાઈલ ટેકસવાનનો પ્રારંભ

jamnagar municipal corporationમહાનગરપાલિકા દ્વારા વર્ષ 2021-22ની રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરમાં નગરજનો મિલકત વેરા/વોટર ચાર્જની રકમોમાં રિબેટનો લાભ મેળવવા માટે મોબાઇલ ટેકસવાન પણ શરૂ કરવામાં આવી છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં જાહેર રજાઓ સિવાય મોબાઇલ ટેકસવાન ફરશે. જેમાં મિલકત વેરા/વોટર ચાર્જની રકમ સ્વિકારી તે અંગેની પહોંચ પણ સ્થળ ઉપરથી આપવામાં આવશે. ઓન-કોલ ટેકસ કલેકશનની સુવિઘાનાં ભાગરૂપે કરદાતાઓની બાકી મિલ્કત વેરા / વોટરચાજર્ની રકમ ઘર બેઠા ફોન કરવાથી આપનાં ઘરે આવી મિલ્કત વેરા / વોટરચાર્જની રકમ કેશ / ચેકથી સ્વીકારી, તે જ સમયે તેની પહોંચ આપવામાં આવશે. આ સુવિઘાઓ લાભ લેવા માટે તમામ કરદાતાઓએ ઓફિસ અવર્સ દરમ્યાન વૈભવ મહેતા, (મો.-94272 46210) પર આપની મિલકતનાં નવા એસેસી નંબર આપવાથી બાકી રકમ અંગે વેરીફાઇ કરી આપની બાકી મિલ્કત વેરા / વોટરચાર્જની રકમ આપના સ્થળ પર આવી વેરો સ્વીકારવામાં આવશે. શહેરમાં જે તે  સ્થળોએ સવારે 10:30 થી સાંજે 5:30 વાગ્યા સુધી મોબાઇલવાન ઉભી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.