ગુજરાત હાઈકોર્ટનાં જસ્ટીસ તરીકે કામગીરી કરેલા અકિલ કુરેશીને ચીફ જસ્ટીસ બનાવવા માટે કોલેજીયમ દ્વારા જે ભલામણ કરવામાં આવી હતી તેને લઈ કેન્દ્ર સરકાર દ્વારા તેઓને મધ્યપ્રદેશનાં ચીફ જસ્ટીસ બનાવવાની ભલામણ કરી હતી. જેનો વિરોધ મુંબઈ બાર એસોસીએશને કર્યો છે. વાત સામે આવી રહી છે કે, બોમ્બે બાર એસોસીએશન જસ્ટીસ કુરેશી સાથે થઈ રહેલા અન્યાય સામે જસ્ટીસ કુરેશીનો સાથ આપી રહ્યું હોય. બોમ્બે હાઈકોર્ટનાં ન્યાયાધીશ જસ્ટીસ અકિલ કુરેશીને ચીફ જસ્ટીસ તરીકેની પદોન્નતી અંગેની ગંભીર ચિંતાઓ કરી રહ્યું છે અને ત્રિપુરા હાઈકોર્ટનાં ન્યાયામૂર્તિ અને કેન્દ્ર સરકારનાં કહેવા પર ભલામણમાં ફેરફાર કરવા અંગે પણ બોમ્બે બાર એસોસીએશને જણાવ્યું છે.
ન્યાય તંત્રની કામગીરી અંગેનાં અપારદર્શક નિર્ણય અંગે બોમ્બે બાર એસોસીએશનની ચિંતા વ્યકત કરી હતી અને ન્યાયાધીશ કુરેશીને મુખ્ય ન્યાયાધીશ તરીકેની અવધી વધારવા માટેની ભલામણનાં સુધારા પાછળ કારણો જાહેર કરવાની માંગ પણ કરી છે. ૫૯ વર્ષીય ન્યાયમૂર્તિ કુરેશી ગત નવેમ્બર માસમાં બોમ્બે હાઈકોર્ટમાં બદલી થઈ હતી. માર્ચ ૨૦૦૪માં તેઓ ગુજરાત હાઈકોર્ટનાં ન્યાયાધીશ તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા અને તેના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુકત કરાયા હતા. ૧૦ મે ૨૦૧૯નાં રોજ કોલેજીયમે તેમની મધ્યપ્રદેશ હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણુક કરવાની ભલામણ કરી હતી.
બોમ્બે બાર એસોસીએશને સંકલ્પ કર્યો છે કે, ન્યાયતંત્રની સ્વતંત્રતાને નકારી ના શકાય જેથી કોલેજીયમની ભલામણમાં જો ફેરફાર કરવામાં આવશે તો સમગ્ર ન્યાયતંત્રની કામગીરી અને તેની ક્ષમતા પર વિપરીત અસર થશે. એસોસીએશનનું માનવું છે કે, કોલેજીયમની ભલામણો પાછળનાં કારણો જાહેર કરવા અત્યંત જરૂરી છે અને તેનું રક્ષણ ન્યાયતંત્ર અને ન્યાય વહિવટનાં હિતોનું રક્ષણ પણ મુખ્ય કારણ છે. તેઓએ ઉમેર્યું હતું કે, આ એસોસીએશન ખાસ કરીને ન્યાયાધીશ અકિલ કુરેશીની નિમણુક અને સામાન્ય રીતે ન્યાયાધીશોની નિમણુક અથવા સ્થળાંતરનાં સંદર્ભમાં કોલેજીયનનાં નિર્ણય લેવામાં દખલ કરે છે જે યોગ્ય ન કહી શકાય.