ગુજરાત ફેર પ્રાઈસ શૉપ ઓનર્સ એસોસિએશને સોમવારે સરકાર સામે વિરુદ્ધ દર્શાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા અન્ન વિતરણ કેન્દ્રો માટે ઉચ્ચ કમિશનની રકજકની માંગણી ચાલે છે. ગુજરાત ફેર પ્રાઈસ શૉપ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદી સોમવારે શહેરનાં અમરાઇવાડી અને હેટકેશ્વર વિસ્તારોની રેલીમાં હતા અને સેંકડો ફેર પ્રાઇસ શોપના માલિકો સાથે સાથ આપ્યો હતો. ૧ – માર્ચના દિવસ થી દુકાન માલિકો હડતાળ પર છે. દુકાન માલિકો જણાવે છે કે, “અમે રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ અને ગોવા જેવી રાજ્યોની જેમ સમકક્ષ લાવવા માટે અનાજના વેચાણમાંથી કમિશન વધારવા સહિત રાજ્ય સરકારને માંગણીઓની એક યાદી રજૂ કરી છે”.
આજ સુધી સરકારી ઍક પણ પગલાં લેવામાં નથી આવ્યા જેમાં દુકાન માલિકો ને સારું કમિશન મળે અને રાહત થાય. વિરોધમાં જોડાયેલ તમામ દુકાન માલિક તેમનાં લાઇસન્સ રદ્દ કરવા સંબંધિત ડીએસઓ – જિલ્લો પુરવઠા અધિકારીઓ ને રજૂઆત કરે છે. ગુજરાતમાં હાલ ચાલતો કમિશન દર રૂ. 85 પ્રતિ ક્વિંટલ છે. તે જ કમિશન દર રાજસ્થાન અને દિલ્હીમાં 200 રૂપિયા, કેરળમાં 220 રૂપિયા, મહારાષ્ટ્રમાં 150 રૂપિયા અને ગોવામાં 230 રૂપિયા છે. અન્ય બીજા રાજ્યોની સરખામણીની દ્રષ્ટિએ જોતાં ગુજરાતમાં ચાલી રહેલ સસ્તા અનાજની દુકાન માલિકોની હડતાળ યોગ્ય લાગે છે.