સંસદમાં થતી ધમાલની હદ તો અલ્બાનિયામાં જોવા મળી
ભારતની સંસદ અને વિધાનસભા ગૃહોમાં બે પક્ષો વચ્ચે થતી ધમાલ તો અનેક વખત ચર્ચાનો વિષય બની ચુકયો છે પરંતુ સંસદમાં થતી ધમાલની હદ તો અલ્બાનિયામાં જોવા મળી છે. જયાં વિપક્ષના સાંસદોએ ચૂંટણી રોકવા માટે સ્મોક બોમ્બ ફેંકયા હોવાનું જાણવા મળે છે.
સંસદમાં આર્તા માર્ફુને વચગાળાના એટર્ન જનરલ બનાવવા માટે વોટિંગ થવાનું હતું. ‚ઢિવાદી વિપક્ષ તેના વિરોધમાં હતો. જેવી વોટિંગ પ્રક્રિયા શ‚ થઈ તે સાથે વિપક્ષે વિરોધમાં સુત્રોચ્ચાર શ‚ કર્યા.જોકે વોટિંગ ચાલુ રહેતા છંછેડાયેલા વિપક્ષી સાંસદોએ સ્મોક બોમ્બ ફોડયા હતા.
સ્મોક બોમ્બના કારણે ગૃહમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. તેમ છતા સ્પીકરે વોટિંગ રોકયુ નહોતું. ત્યારબાદ વિપક્ષે વોકઆઉટ કર્યો હતો અને માર્ફુ ૬૯ વોટ સાથે એટર્ન જનરલ બની ગયા હતા.