વિપક્ષી નેતાઓએ ફરી એકવાર સરકાર ફોન ટેપિંગ કરી જાસૂસી કરી રહી હોવાનો આરોપ લગાવ્યો છે. તેઓને આઈફોન ઉપર એલર્ટ મળી રહ્યા હોય મોદી સરકાર પર સીધો જાસૂસીનો આપેક્ષ કર્યો છે.  9 વિપક્ષી નેતાઓને આઈફોન પર આ એલર્ટ મેસેજ મળ્યા છે.  સરકાર કહી રહી છે કે વિપક્ષના આરોપો પાયાવિહોણા છે, 150 દેશોમાં એપલ ફોન પર એલર્ટ મળ્યા છે. પરંતુ ચૂંટણી પહેલા વિપક્ષે તેને મોટો મુદ્દો બનાવી દીધો છે.

આઈફોનમાં એલર્ટ આવતા જ વિપક્ષી નેતાઓનો જાસૂસી થઈ રહી હોવાનો આરોપ, સરકારનો નનૈયો : આઈટી મંત્રીએ આપ્યા તપાસના આદેશો

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના 7 દિવસ પહેલા અને 2024ની લોકસભાની ચૂંટણી પહેલા જ રાજકારણમાં જાસૂસીનો મુદ્દો ચગ્યો છે.  વિપક્ષી નેતા દાવો કરી રહ્યા છે કે તેમના ફોન પર એક ચેતવણી મોકલવામાં આવી છે, જેમાં લખ્યું છે કે, રાજ્ય પ્રાયોજિત હુમલાખોરો તમારા આઈફોનને નિશાન બનાવવાનો પ્રયાસ કરી શકે છે.  જેઓ તમારા એપલ આઈડી સાથે જોડાયેલા આઈફોનને રિમોટલી હેક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.  મહુઆ મોઇત્રા, શશિ થરૂર, પ્રિયંકા ચતુર્વેદી, અસદુદ્દીન ઓવૈસી, રાઘવ ચઢ્ઢા, કેસી વેણુગોપાલ, પવન ખેડા, સીતારામ યેચુરી, ટી.એસ.સિંહ દેવ સહિતના વિપક્ષી નેતાઓએ આ એલર્ટ મળ્યાનું જાહેર કર્યું છે.

આ મેસેજ આવતાની સાથે જ દેશના વિપક્ષી નેતાઓએ હંગામો મચાવવાનું શરૂ કરી દીધું હતું અને સીધા મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.  પરંતુ આ એલર્ટ મેસેજ પર એપલે જવાબ આપ્યો કે સ્ટેટ સ્પોન્સર્ડ હુમલાખોરોને સારું ફંડિંગ મળે છે અને તેઓ ખૂબ જ અત્યાધુનિક રીતે કામ કરે છે.  તેના હુમલાઓ પણ સમય સાથે વધુ આધુનિક થાય છે. આવા હુમલાઓને શોધવા માટે, અમારે ખતરનાક ગુપ્તચર સંકેતો પર આધાર રાખવો પડશે, જે ક્યારેક સંપૂર્ણ અથવા અપૂર્ણ નથી.  શક્ય છે કે એપલની કેટલીક  સૂચનાઓ ખોટા એલાર્મ હોઈ શકે.  અમે શા માટે એલર્ટની સૂચનાઓ જારી કરીએ છીએ તેના કારણો વિશે અમે માહિતી પ્રદાન કરવામાં અસમર્થ છીએ, કારણ કે આમ કરવાથી રાજ્ય પ્રાયોજિત હુમલાખોરોને ચેતવણી આપવામાં આવશે અને પછી તેઓ તેમની હુમલાની પદ્ધતિઓ એવી રીતે બદલશે કે તેઓ ભવિષ્યમાં પકડાય નહીં.

કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આઈફોન હેકિંગના દાવા અંગે તપાસના આદેશ આપ્યા છે.  દાવો છે કે તપાસ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.  પરંતુ વિપક્ષે સીધો જ કેન્દ્ર સરકાર પર જાસૂસીનો આરોપ લગાવતા દાવો કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.