ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ ધોરાજીના ધારાસભ્ય લલીતભાઇ વસોયાના કાર્યાલયની મુલાકાત લઇ પાલિકાના હોદેદારો અને કોંગ્રેસના આગેવાનો, સભ્યો કાર્યકરો સાથે સામાન્ય બેઠક યોજી હતી. પરેશભાઇ ધાનાણીનું ધારાસભ્ય વસોયા, શહેર કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઇ રાખોલીયા, વિઠ્ઠલભાઇ હિરપરા, મકબુબભાઇ ગરાણા, એડવોેકેટ અમીનભાઇ નવીવાલા ધોરાજી તાલુકા પંચાયતના ભાવેશભાઇ બાબરીયા, શહેર તાલુકા કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓએ સ્વાગત અભિવાદન કર્યુ હતું. બાદમાં પરેશભાઇ ધાનાણી એ તમામ આગેવાનો કાર્યકર્તાઓ સાથે પરીચય મેળવી કોંગ્રેસ પક્ષ, પાલીકાના અધિકારીઓ ધારાસભ્યશ્રીની રાહબરી હેઠળ આ વિસ્તારના જનકલ્યાણના કામો થાય તેવો અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત ભાજપ સરકારને આડે હાથ લેતા પરેશભાઇએ જણાવેલ કે નલીયાની નિર્ભયા ને ભાજપાના ભુખ્યા વરુઓ દિન દહાડે નહોમી રહ્યા હતા. નલીયાના નિર્ભયાને ન્યાય મળ્યો નથી. આજે સમગ્ર દેશમાં મહીલાની સલામતી સામે પ્રશ્ર્ન ઉભો થયો છે. આજે દેશની કેટલીય નિર્ભયાના શીયળ પર ઝોખમ ઉભુ થયું છે. આ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઇ છે. ભાજપા સતાના મદમાં સંવીધાન ભંગ કરી રહ્યું છે. લોકશાહી મૃતપાઇ બની તાનાશાહીનો જન્મ થયો છે.
પ્રવિણભાઇ તોગડીયાનાં આંદોલન વિશે પ્રતિક્રિયા આપતા ધાનાણીએ જણાવેલ કે ભુતકાળમાં ઘરે ઘરેથી નાણા અને ઇંટો ઉઘરાવી અયોઘ્યામાં રામ મંદીરનું સ્વપ્ન દેખાડનારી ભાજપ સરકાર આજે રાજય અને રાષ્ટ્રમાં સ્પષ્ટ બહુમતિ સાથે શાસનમાં હોવા છતાં અયોઘ્યામાં રામ મંદીર શા માટે ન બન્યું ? તે સામાન્ય માણસ સવાલ પુછતો થયો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,