બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડુતો હાજર રહ્યા
તાલાળા અને સુત્રાપાડા મત વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા તાલાળા તાલુકાના ગ્રામ્ય લોકોના પ્રશ્ર્નને વાચા આપવા તથા લોકો સતત સંપર્કમાં રહેવાન હેતુસર તાલાળા મુકામે નવા બસ સ્ટેન્ડ સામે નવ નિર્મિત તેમની કાર્યાલય કાર્યરતનું ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ અર્જુનભાઈ મોઢવાડીયા તથા જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષી વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા માગરોળના ધારાસભ્ય બાબુભાઈ ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા કોડીનારના ધારાસભ્ય મોહનભાઈ વાળા તેમજ જિલ્લા પંચાયત તથા તમામ કોંગ્રેસના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ખેડુતો બેરોજગાર યુવાનો વેપારી મિત્રો અને આમજનતાની હાજરીમાં કાર્યાલય ખૂલ્લુ મૂકવામાં આવ્યું હતુ.