મગફળી કૌભાંડમાં વિપક્ષી નેતાએ મારા પર વ્યક્તિગત આક્ષેપો કરી માનહાની કરી છે: ધાનાણી મારી માફી માંગે, આર.સી.ફળદુની સાફ વાત
ટેકાના ભાવની મગફળી ખરીદીમાં ધૂળ-ઢેફાની મિલાવટનું કૌભાંડ ઝડપાયા બાદ વિપક્ષી નેતા પરેશ ધાનાણી દ્વારા કાલાવડ તાલુકાના હરીપર ગામની સહકારી મંડળીની ખરીદીમાં ગોલમાલ હોવાનો અને તેમાં કૃષિ મંત્રીની સંડોવણી હોવાનો આરોપ લગાવતા વ્યીત થયેલા કૃષિ મંત્રી આર.સી.ફળદુએ આજે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી વિપક્ષી નેતા ભાન ભુલ્યા હોવાનું જણાવી કહ્યું હતું કે, તેમણે સીધા મારા પર વ્યક્તિગત આક્ષેપો કર્યા છે, કાંતો તેઓ આક્ષેપોનો સાબીત કરે અવા તો મારી માફી માંગે અન્યા કાનૂની રાહે બદનક્ષીના પગલા ભરવામાં આવશે તેવું સ્પષ્ટ કહ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર તાલુકાના પેઢલા ગામના ગોડાઉનમાં જૂનાગઢ જિલ્લાના મોટી ધાણેજ સહકારી મંડળી દ્વારા ખરીદાયેલી મગફળીમાં માટી, કાંકરાની મિલાવટ છતી થતાં સરકાર દ્વારા ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વિરુધ્ધ પગલા ભરાયા છે ત્યારે વિપક્ષી નેતા દ્વારા અલગ અલગ શહેરોમાં જઈ રાજય સરકાર પર પ્રસ્તાળ પાળી છે.
જે અંતર્ગત વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણીએ જામનગરમાં ધરણા કરી કાલાવડ તાલુકાના હરિપર ગામની સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં પણ મોટાપાયે ગોલમાલ હોવાનું નિવેદન કરી આ કૌભાંડમાં કૃષિમંત્રી આર.સી.ફળદુ વિરુધ્ધ આક્ષેપો કરી તેમના ભાણીયાઓની સંડોવણી હોવાનું નિવેદન આપ્યું હતું.
જે મુદ્દે આજે રાજયના કૃષિમંત્રી આર.સી.ફળદુએ પત્રકાર પરિષદ યોજી વિપક્ષી નેતાના આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે, હકીકતમાં મગફળી કૌભાંડમાં કોંગ્રેસીઓના નામ ખુલ્લા પડતા કોંગ્રેસ રઘવાઈ બની છે અને વિપક્ષી નેતા ભાન ભુલી બેજવાબદારીભર્યા નિવેદનો કરી રહ્યાં છે.
વધુમાં તેઓએ સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે, કાલાવડ મારૂ વતન છે અને મારે એક જ બહેન છે જેમના બે ભાણીયા રાજકોટ ઈલેકટ્રીકની દુકાનમાં મજૂરી કામ કરી જીવન નિર્વાહ કરે છે. ત્યારે વિપક્ષી નેતાએ કરેલા નિવેદન મુજબ મારા બેનના કોઈ દિકરાઓ હરિપર સહકારી મંડળીમાં જોડાયેલા નથી. સંભવત: બેનના કુટુંબીજનો મંડળીમાં હોય શકે.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, વિપક્ષી નેતાના આક્ષેપો બાદ મેં હરિપર સહકારી મંડળીના સંચાલકો સાથે વાત કરી છે અને મંડળીના સંચાલકોએ દાવા સાથે કહ્યું છે કે, મંડળી દ્વારા ખરીદાયેલી મગફળીની એક પણ બોરીમાં મિલાવટ કે ગેરરીતિ સામે આવે તો અમે જાહેર જીવન છોડી દેશું.
આ સંજોગોમાં કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, વિપક્ષી નેતાએ મારી ચેલેન્જ સ્વીકારવી જોઈએ અને જે કોઈ એજન્સી મારફતે હરિપરની મગફળી જે ગોડાઉનમાં પડી હોય તેની તપાસ કરાવે જો કાઈપણ ગેરરીતિ હશે તો હું જાહેર જીવન છોડી દઈશ. વધુમાં તેઓએ ઉમેયુુર્ંં હતું કે, પરેશભાઈ ધાનાણીના નિવેદની હું ખૂબજ દિલી દુ:ખી થયો છું, મારા જાહેર જીવનની ગરીમા ઉપર તેમણે હાથ નાખ્યો છે.
જો તેઓ મારા વિરુધ્ધ કરેલા આક્ષેપો સાબીત નહીં કરે તો હું બદનક્ષીનો દાવો માંડીશ, કાં તો તેઓએ મારી માફી માંગવી જોઈએ. દરમિયાન કૃષિમંત્રીએ જામજોધપુર તાલુકામાં મગફળી કૌભાંડના નિવેદન મામલે પણ વિપક્ષી નેતાને આડેહાથ લઈ ચિમનભાઈ સાપરીયાના નામ સાથે કરાયેલા આક્ષેપો પાયા વિહોણા હોવાનું ગણાવ્યું હતું.
મગફળી ખરીદીમાં નાફેડ નબળુ પડયું હોવાનું કેન્દ્રને રિપોર્ટ
મગફળી કૌભાંડ મામલે આજે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ સ્વીકાર્યું હતું કે, મગફળીની ખરીદી અને વેંચાણની તમામ જવાબદારી નાફેડની હોવા છતાં નાફેડ યોગ્ય રીતે મગફળીની ખરીદી ન કરી શકતા આ કૌભાંડ બહાર આવ્યું છે. આ મામલે રાજય સરકારે કેન્દ્ર સરકારને નાફેડ નીનિષ્ફળતા અંગેનો રિપોર્ટ મોકલી આપ્યો હોવાનું જણાવ્યું હતું.
જો કે, મગફળી કૌભાંડમાં આટ આટલી હકીકતો સામે આવવા છતાં અને ગુજરાત બદનામ થઈ રહ્યું હોવા છતાં શા માટે તમામ ગોડાઉનોની તપાસ કરવામાં નથી આવતી તે પ્રશ્નના જવાબમાં કૃષિમંત્રીએ નાફેડ સ્વતંત્ર સસ્થા હોવાનું જણાવી નાફેડ પર કેન્દ્ર સરકારનો કંટ્રોલ હોય રાજય સરકાર કશું કરી શકતી ન હોવાનું સાફ કહ્યું હતું. જો કે આજની પત્રકાર પરિષદમાં મગફળીકાંડમાં ગોલમાલ મામલે કૃષિમંત્રી અનેક સવાલોના જવાબ આપી શકયા ન હતા.
મગન ઝાલાવડીયા અમારા નહીં કોંગ્રેસના !
મગફળી કૌભાંડ મામલે આજે કૃષિમંત્રી આર.સી.ફળદુએ યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપ-કોંગ્રેસના આગેવાનો સંડોવણી મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં વાઘજીભાઈ બોડાનો ભત્રીજો, મોટી ધાણેજ તાલુકા પંચાયતના સદસ્ય તેમજ ગુજકોટના મેનેજર મગન ઝાલાવડીયાની સંડોવણી સાબીત થઈ છે અને આ તમામ લોકો કોંગ્રેસના હોવાનું સ્પષ્ટ કરી તેઓએ ઉમેર્યું હતું કે, હકીકતમાં કોંગ્રેસના નેતાઓના નામ ખુલતા જ વિપક્ષ રઘવાયો બન્યો છે. જો કે, કૃષિ મંત્રીના નિવેદની વિપરીત મગન ઝાલાવડીયા ઘણા સમયી ભાજપ સાથે ધરોબો ધરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે.