બિહાર વિધાનસભામાં ધારાસભ્યોની ધમાલ: પોલીસે ટીંગાટોળી કરી લોકસેવકોને બહાર કાઢ્યા

બિહાર વિધાનસભા પરિસરમાં બુધવારે સર્જાયેલા એક રાજકીય નાટકમાં કેટલાંક ધારાસભ્યોએ વિધાનસભા પરિષદના મેદાનમાં સમાંતર વિધાનસભાનું સત્ર બોલાવ્યુ હતું અને તેમાં મુખ્યમંત્રી નીતિષકુમારને બરખાસ્ત કરવાનો ઠરાવ પસાર કર્યો. વિધાનસભા પરિસરમાં બોલાવવામાં આવેલા વિપક્ષના સમાંતર વિધાનસભાના સત્રમાં સર્વસંમતિથી રાષ્ટ્રીય જનતા દળના ભુદેવ ચૌધરીની નિયુક્તિ કરી મુખ્યમંત્રી નીતિષકુમારને બરખાસ્ત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. મંગળવારે વિધાનસભામાં થયેલી હિંસા અને મારામારીની ઘટનાના ઘેરા રાજકીય પડઘા પડ્યા હતા.

બિહાર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન મંગળવારે ભારે ધમાલ થઈ હતી. સશસ્ત્ર પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા ધારાસભ્યો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણથી વિધાનસભા પરિષદ રણમેદાનમાં ફેરવાયું હતું અને તોફાને ઉતરેલા ધારાસભ્યોને પોલીસે ઢસડી-ઢસડીને બહાર કાઢ્યા હતા.

પોલીસની આ કામગીરીનો ભારે વિરોધ થયો હતો. વિધાનસભા સત્રના અંતિમ દિવસે વિપક્ષી ધારાસભ્યોએ ગૃહનો બહિષ્કાર કરીને પરિસરમાં સમાંતર વિધાનસભા સત્ર બોલાવ્યું હતું. પ્રારંભમાં જ આરજેડીના ભુદેવ ચૌધરીને અને પછી વિધાનસભાના અધ્યક્ષના આદેશથી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2022નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંગળવારે પક્ષ-વિપક્ષના કોંગ્રેસ, કોમ્યુનિષ્ટ પાર્ટી, આરજેડીના ધારાસભ્યોએ મંગળવારની ઘટના અંગે પોતાના પ્રતિભાવો આપ્યા હતા.  બિહારના વિધાનસભા પરિસરમાં ભારે હંગામાને લઈ રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.