દેશને 18 કલાક કામ કરતા વડાપ્રધાન મળ્યાં

મોદી સરકારના 4 વર્ષ પૂરાં થતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રસંગે તેઓએ કહ્યું કે જ્યારે મોદીજીને NDAના સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા ત્યારે તેઓએ અનેક વાત કરી હતી. ત્યારે મોદીજી આ વાયદાને પૂરાં કરવામાં ખરાઉતર્યા છે. સમગ્ર વિપક્ષ મોદીજીને હટાવવામાં લાગ્યાં છે, જ્યારે કે સરકારનો એજન્ડા ગરીબી-ભ્રષ્ટાચાર હટાવવાનો છે.

અમિત શાહે કહ્યું કે, “હું પાર્ટી તરફથી મોદીજીને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું. તેમની સરકારના સભ્યોને પણ અભિનંદન આપુ છું.2014માં મળેલા જનાદેશ અનેક બાબતોમાં ઐતિહાસિક હતો. 30 વર્ષની અસ્થિરતા પછી દેશે મોદીજીની સ્થિર સરકારને ચૂંટી. આઝાદી પછી પહેલી વખત પૂર્ણ જનાદેશથી ગેર-કોંગ્રેસી સરકાર બની.જ્યારે મોદીજીને NDAના સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યાં ત્યારે તેઓએ અનેક વાત કરી હતી.

જેમાં એક એવી કે- આ સરકાર ગામડાં, પછાત, ગરીબોની સમર્પિત સરકાર છે. બીજી વાત એ કે- આપણે દેશને ઉપર લઈ જવાનું કામ કરીશું. મોદીજી તેમને કરેલાં આ વાયદાઓમાં ખરા ઉતર્યાં છે.દેશને એક દિવસમાં 18 કલાક કામ કરનાર વડાપ્રધાન મળ્યા છે. આપણે વિશ્વને સૌથી લોકપ્રિય જનનેતા આપવાનું કામ કર્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.