તમે કરો તે લીલા…!
મનપા દ્વારા એકને ગોળ ને બીજાને ખોળની નીતિ અપનાવવા બદલ વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની કમિશનરને લેખિત રજૂઆત
રાજકોટ શહેરનાં તમામ વોર્ડમાં શાસકપક્ષ દ્વારા શહેરના પોલ અને જાહેર માર્ગ પરના મુખ્ય સર્કલો પર મુખ્યમંત્રી અને વડાપ્રધાનની તસ્વીરો સાથેના બેનર્સ અને લોર્ડીંગો લગાવેલા છે. તે નિયમાનુસાર છે. કે કેમ તે અંગેની સંપૂર્ણ માહિતી આપશો વધુમાં તા.૮.૧૧નો કાર્યક્રમ અંગેના જે વડાપ્રધાનની તસવીરો સાથેની હોર્ડીંગો છે તે હજુ હટાવેલ નથી અને શહેરનાં કયા કયા સર્કલો અને કેટલા પોલ પર મહાનગરપાલિકા દ્વારા મંજૂરી અપાયેલ છે. અને મંજૂરી અપાયેલ હોય તેતેની માહિતી આપશો કુલ કેટલા સર્કલો પર અને કેટલા પોલ પર કુલ હોર્ડીંગ બેનર્સની સંખ્યા જણાવશો.
વધુમાં અગાઉ પણ અનેક વખત શાસકપક્ષ દ્વારા અનઅધિકૃત બેનર્સ હોર્ડીંગ હટાવવામાં જવાબદાર અધિકારી દ્વારા આંહખમીચામણા કરેલ છે હોડીંગ જે કોઈ સંસ્થા કે કોંગ્રેસ દ્વારા જો લગાવવામાં આવે તો તાત્કાલીક હટાવી દઈ ભાજપની ચાપલુસી કરાય છે અને શહેરમાં લાગેલા હોર્ડીંગ બેનર્સ નૂતન વર્ષાભિનંદનની જાહેરાતો સાથેના જો અનઅધિકૃત હોય તો જવાબદાર અધિકારી સામે દંડનીય કાર્યવાહી કરવી જોઈએ.
હાલ શહેરનાં મુખ્યમાર્ગો પર સીસી કેમેરા કરોડોના ખર્ચે લાગેલા છે. તેમાં થુકનારા માસ્ક વગરનાં નાગરીકો દંડાય છે. તો હોર્ડીંગ બેનર્સનાં મસમોટા જે લગાવેલા છે તે કયારે લાગેલા છે કોણે કોણે લગાવેલા છે તેની સંપૂર્ણ તપાસ આપની આગેવાનીમાં તપાસ કરવી ઘટે અને બેનર્સ જે લગાવેલા છે. તે નિયમ વિરૂધ્ધ ફૂટેજમાં સાબિત થાય તો જવાબદારઅધિકારી પર દંડ કરી દાખલા બેસાડવો જોઈએ. ત્યારે મહાનગરપાલીકા એકને ગોળ બીજાને ખોળની નીતિ અખત્યાર કરી રહી છે. તેને બદલે શાસક પક્ષ કે કોઈપણ રાજકીય પક્ષો દ્વારા લાગેલા બેનર્સ હોર્ડીંગની નીતિ સમાન હોવી જોઈએ.