ગાયો પ્લાસ્ટિક ખાવા મજબૂર: ગાયો ભૂખમરાને લીધે મૃત્યુ પામે છે
વિપક્ષી નેતા ખફીનો રખડતા ઢોર મુદ્દે ઉગ્ર આક્રોશ
જામનગરમાં રસ્તા પર રખડતાં રજડતા ઢોર નો ત્રાસ જોવા મળે છે આ બાબતે વિપક્ષના નેતા અલ્તાફ ખફી એ આગામી સમય માં સતાધીશો દ્વારા જો ઢોર ને ડબે પૂરવાની કામગીરી કરવા માં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી અબતક સાથેની ખાસ વાતચિત માં જણાવિયું હતું
જામનગર માં હાલ જો કોય સળગતો પ્ર્શ્ન હોય તો જાહેર માર્ગો પર રખડતા ઢોર નો છે રખડતા ઢોર ના લીધે અવાર નવાર અકસ્માતો સર્જાતા રહે છે છેલા છ મહિનાની અંદર અંદાજિત દસ જેટલા મૃત્યુ નોધાયા છે થોડા સમય પહેલા જામનગર ના દિગવિજય પ્લોટ ઓસવાળ હોસ્પિટલ પાસે જાહેર માર્ગો પર રખડતા ઢોર ના કારણે ઍક પ્રસૂતા ને ઢીક મારતા તેના ગર્ભમાં રહેલ શિશુ દુનિયા માં આવતા પહેલા જ ભગવાનની રાહમાં પહોચી ગયું, આ પ્રકારના ગંભીર અકસ્માતો થાય છે તેમ છતાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલુંભારતીય જનતાપાર્ટીના શાશનના પેટનું પાણી પણ હલતું નથી,
આ બનાવ બન્યા બાદ વિરોધ પક્ષે મેયર, કમિશ્નરઅને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓફિસ સમક્ષ ધારણા કર્યા અને વિરોધપક્ષ ના નેતા સહિતનાઓ ભૂખ હડતાલ પર ઉતર્યા તેમ છતાં ભાજપના શાસકોને કોય ફરક પડ્યો નહીં. ગાયના નામે મતમાગી ભારતીય જનતાપાર્ટી ગાયને પ્લાસ્ટિક ખાવા માટે મજબૂર કરે છે દર મહિને ૫થી૬ ગાયના માત્ર પલાસ્ટિક ખાવાને કારણે મૃત્યુ થાય છે તેમજ ગાયના પીએમ રિપોર્ટમાં આવ્યું કે ગાય પ્લાસ્ટિક ખાવાના કારણે મૃત્યુ પામે છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યુ હતું કે બેડેશ્વરઅને દડિયાખાતે આવેલ ઢોરના ડબ્બામાં બન્ને જગ્યાએ માત્ર૨૦૦ ઢોરની કેપેસેટિ છેતેમાં પણ ૪૦૦ ગાયોને એકીસાથે રાખે છે અને ૧ ગાય દીઠ૨૦ મણ લીલું જરૂરી છે જો ત્યાં ૪૦૦ ગયો હોય તો તે મુજબ ૪૦૦મણ ગાય નું લીલું હોવું જરૂરી છે પરંતુ ઢોરના ડબ્બા માં માત્ર ૬૦ થી ૭૦ જ ગાય નું લીલું લેવામાં આવે છે વધુપડતી ગયો ભૂખ મરાને લીધે મૃત્યુપામે છે ભાજપ ના સત્તાધીશો ગાય ના લીલા માં પણ ભ્રષ્ટાચારકરે છે. આવનારા દિવસોમાં જો જાહેરમાર્ગો પર રખડતા ઢોરના મુદ્દે જામનગર મહનગર પાલિકા દ્વારા કોય નક્કર કામગીરી કરવામાં નહીં આવેતો વિપક્ષી સભ્યો દ્વારા આક્રમક પગલાં ભરવામાં આવશે.