પીએનબીનાં કરોડો ‚પીયાના ગોટાળામાં જે કરોડપતિઓ કે પછી ઉચ્ચ અધિકારીઓ સંડોવાયેલા છે. તેમની સામે ત્વરીત પગલા લેવા અને લોકોની સંપૂર્ણ પ્રોપર્ટી વેચી અને બેંકનાં ધિરાણ કરેલ નાણાની રીકવરી કરવી જોઈએ.
કલાર્કોની આડેધડ બદલી થઈ રહી છે. તેવી માંગ સાથે ધોરાજીના કલાર્કો દ્વારા આડેધડ થઈ રહેલી બદલીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જે કર્મીની ત્રણ કે પાંચ મહિના સર્વીસ બાકી છે. એમની પણ બદલી કરાઈ છે.
કલાર્ક કે પટાવાળાને બેંકમાંથી કોઈપણ જાતનું ધિરાણ કરવાનાં એક ‚પીયાના પણ પાવર નથી તેમ છતા આવા નિદોર્ષ કર્મીઓની બદલીઓ શા માટે કરવામાં આવી તેવો પ્રશ્ર્ન ઉઠ્યો છે.
નિદોર્ષ કર્મચારીનું મોરલ ડાઉન કરવા તેમજ તમામ જનતાનું બીજે ધ્યાન ખેંચવા માટે આ કાર્યવાહી થઈ રહી છે તેવી ચર્ચા જાગી છે. કૌભાંડમાં જે ઉચ્ચ અધિકારીઓ છે એમની બદલીતો બે ત્રણ વર્ષેતો થાય જ છે. આથી બેંકમાં કલાર્કોની ખોટી રીતે થયલેબ દલીઓ બંધ થવી જોઈએ એવી ગુજરાત બેંક વર્કસ યુનીયને માંગ કરી હતી.