કોંગે્રસ પક્ષના ઉપાઘ્યક્ષ રાહુલ ગાંધી ગઇકાલે ગુજરાતના બનાસકાંઠાના પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા હતા., જયાં તેમણે પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ લોકોને સાંત્વના પાઠવી હતી.રાહુલ ગાંધી બનાસકાંઠાના અતિપુરગ્રસ્ત વિસ્તાર ધાનેરા ખાતે એપીએમસીના વેપારીઓને મળી પરત જવા નીકળી રહ્યા હતા. ત્યારે કોઇ અસામાજીક તત્વો દ્વારા તેમની કારતા કાફલા પર પથ્થરમારો કરાયો હતો જેમાં રાહુલ ગાંધીની કારના કાચ તૂટી ગયા હતા અને તેમના એક એસ.પી.જી. કમાન્ડોને ઇજા પહોંચી હતી. જે હુમલાનો વિરોધ કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજયમાં કરવામાં આવ્યો હતો. જે વિરોધના ભાગરુપે રાજકોટ કોંગ્રેસ અને એનએસયુઆઇ વિઘાર્થી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શીત કરવામાં આવ્યો છે. આ વિરોધના ભાગરુપે ગઇકાલે રાત્રે એનએસયુઆઇ દ્વારા ભાજપ કાર્યાલયે પથ્થરનો જવાબ ગુલાબથી આપવાનો અને મીણબત્તીઓ જલાવી જાગૃકના લાવવાનો પ્રયાસ એનએસયુઆઇ દ્વારા કરવામાં આવ્યો હતો. રાજકોટ ભાજપ કાર્યાલયે આશ્ર્ચર્યજનક કાર્યક્રમ એનએસયુઆઇ દ્વારા આપવાનો હોવાના સમાચાર મળતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.રાહુલ ગાંધીના કાફલા પર થયેલ પથ્થરમારા સામે વિરોધ પ્રગટ કરવા શહેર કોંગ્રેસ દ્વારા આજે ત્રીકોણબાગ ખાતે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષના જશવંતસિંહ ભટ્ટી ની આગેવાનીઓ યોજાયેલ આ વિરોધ પ્રદર્શન હીંસક બને તે પહેલા તકેદારીરુપ પોલીસ દ્વારા વિરોધ કરનાર કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરાઇ હતી. જેમાં જશવંતસિંહ ભટ્ટી, મનસુખ કાલરીયા, રણજીત મુંધવા, ગોપાલભાઇ અનડકટ, માણસુરભાઇ વાળા, યુનુસભાઇ જુણેજા, ગોવિંદભાઇ સભાયા સહીતના આગેવાનો સામેલ હતા. કોંગ્રેસ દ્વારા જણાવાયું હતું કે, જયાં સુધી જવાબદારો સામે પગલા નહીં ભરાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શનો ચાલુ રાખવામાં આવશે.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત