Oppoએ બે નવા સ્માર્ટફોન R11 અને R11 Plus લોન્ચ કરી દીધા છે. આ સ્માર્ટફોન્સની ખાસિયત આમાં આપેલ પાવરફુલ સેલ્ફી કેમેરો છે. જોકે, આ પહેલા R11 લોન્ચ કર્યો હતો, પરંતુ હવે તેને સત્તાવાર રીતે રજૂ કર્યો છે. R11 Plusમાં 6 ઈંચની ડિસ્પલે આપવામાં આવી છે.
R11 Plusના સ્પેશિફિકેશનની વાત કરીએ તો R11 કરતાં શાનદાર છે. આમાં 6GB રેમ આપવામાં આવી છે અને ચીનની વેબસાઈટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. આનું વેચાણ ચીનમાં 10 જૂનથી શરૂ થશે. પરંતુ ભારતમાં ક્યારે લોન્ચ થશે તે વિશે જાણકારી આપી નથી. જોકે ઈન્ડિયા ઓપ્પોના મુખ્ય માર્કેટમાંથી એક હોવાના કારણે અહી ટૂંક સમયમાં જ લોન્ચ થઈ જશે.
6 ઈંચની એમોલેડ ડિસ્પલેવાળા આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 ચિપસેટ સાથે એન્ડ્રોઈડ 7.1.1 નોગેટ આપવામાં આવ્યું છે. આમાં 6GB રેમ સાથે 64GBની ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે અને માઈક્રોએસડી કાર્ડ દ્વારા તેને વધારી શકાય છે.
ફોટોગ્રાફી માટે આમાં બે રિયર કેમેરા આપવામાં આવ્યા છે. આમાં એક 16 એમપીનો સેન્સર છે જ્યારે બીજો 20 એમપીનો છે. કંપની અનુસાર આમાં 4K વીડિયો રેકોર્ડ કરી શકે છે. R11 ઓપ્પોએ 500 ડોલર (32, 190)રૂપિયામાં લોન્ચ કર્યો હતો તેથી માનવામાં આવે છે કે, R11 Plusની કિંમતથોડી વધારે હશે.