- અબતકની મુલાકાતમાં આર્ટ -ફીએસ્ટા 2024” આયોજકોએ આપી વિગતો
સૌરાષ્ટ્રના પાટનગર માં કલા રસીકો અને ખાસ કરીને ચિત્રકલા ના શોખીનો માટે પોતાના કૌશલ્યને ઉજાગર ના અવસરની પહેલ ના ભાગરૂપે રવિવારે “આર્ટ -ફીએસ્ટા2024 “નું આયોજન કરવામાં આવ્યું છે અબ તક ના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા સાથે વાતચીતમાં મુખ્ય આયોજક શ્રદ્ધાબેન રાયચુરા અને શ્યામભાઈ રાયચૂરાએ આર્ટિસ્ટો 2024 ની વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટમાં આર્ટ ફેર થતા નથી ત્યારે રાજકોટના આર્ટિસ્ટો માટે પોતાના કલા ના કૌશલ્યને ઉજાગર કરવા માટે આર્ટ -ફીએસ્ટા2024 “નું આયોજન કરવામાં આવ્યું છે કાલાવડ રોડ શારહજા હોટલ ખાતે. 15 ડિસેમ્બર રવિવારે સવારે 9:00 થી રાતના 9 સુધી યોજાનારા આઆર્ટ -ફીએસ્ટા2024 “નવોદિત આર્ટિસ્ટોને કલા ઉજાગર કરવાનો મંચ મળશે રાજકોટમાં આર્ટિસ્ટો પોતાની કલા બહાર લાવી શકે તે માટેના આયોજનને ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે 100 થી વધુ નવોદિત આર્ટિસ્ટો માં અનેક સિનિયર આરટીઓ પણ આઆર્ટ -ફીએસ્ટા2024 “માં પોતાનો ભાવ દર્શાવશે આ ઈવેન્ટ ખૂબ જ નજીવા દર માં પ્રવેશ આપનારી હોવાથી કલાકારો ને વધુ સરળતા રહેશે પોતાના ચિત્રો વેચવા માટે પણ કલાકારોને મદદ અને મંચ પૂરું પાડશે , ચિત્રકલા શું છે? ખરેખર કલાકાર ના વિચારો અને લાગણી વ્યક્ત કરવાની એક વૈશ્વિક સંસ્કૃતિ તરીકે ચિત્રકલા ને જોવી જોઈએ અત્યારે ચિત્રકલા તરફ લોકોની રુચિ ઓછી દેખાય છે ચિત્રકલા તનાવ ધટાડે છે અને કલાકારની મૌલિક વૃત્તિઓ વધારે ખીલવે છે.