શૈક્ષણિક વર્ષ જુન-૨૦૧૯થી ગુજરાત સરકાર દ્રારા મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૧૯ તથા આર.ટી.ઈ. નિયમો-૨૦૧૨ અંતર્ગત મોરબી જિલ્લાની તમામ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧માં વિના મૂલ્યે ૨૫ ટકા પ્રવેશ સંદર્ભે નાયબ નિયામક,ગાંધીનગરની સુચના મુજબ આર.ટી.ઈ. અંતર્ગત ત્રીજા રાઉન્ડમાં શાળાની પુનઃ પસંદગી તા.૧૦-૦૭-૨૦૧૯ સુધી કરી શકાશે. આ માટે વેબ પોર્ટલ https://rte.orpgujarat.com પર જઇને શાળાઓની પુનઃ પસંદગીનું મેનુ કલીક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લીકેશન નંબર અને જન્મતારીખની મદદથી લોગીન કરી શાળાઓની પુનઃ પસંદગી કરી એપ્લીકેશન સબમીટ કરવાની રહેશે.
ઓનલાઇન ભરેલા પ્રવેશ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. તેમજ આ ભરેલા પ્રવેશ ફોર્મની પ્રિન્ટ રીસીંવિગ સેન્ટર ખાતે જમા કરાવવાની રહેશે નહિ. બીજા રાઉન્ડનું પરિણામ તા.૧૧-૭-૨૦૧૯ ને ગુરૂવારના રોજ જાહેર કરવામાં આવશે. આ માટે વધુ જાણકારી માટે આ યોજના અંગેની અધતન માહિતી મેળવવા https://rte.orpgujarat.com વેબ સાઇટ જોતા રહેવા વધુમાં જણાવાયું છે.