સુઝ-કોમનસેન્સ અને પિછાણ અસલી જ્ઞાની તણી વિષયોની ઉંડી છણાવટ થશે
૧૬ ડિસેમ્બર સુધી રોજ સાંજે ૭ થી ૧૦ દરમિયાન સત્સંગ યોજાશે
બદલાતા સંબંધો અને પરિસ્થિતિ વચ્ચે પોતાની નક્કર ઓળખાણ મેળવવાની તક એટલે રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર સ્થિત પારિજાત પાર્ટી પ્લોટ ખાતે, તારીખ ૧૩ થી ૧૬ ડિસેમ્બર દરમિયાન સત્સંગ અને જ્ઞાનવિધિનો કાર્યક્રમ, જેમાં બાહ્ય કોઈપણ ફેરફાર કર્યા વિના ફક્ત આંતરિક સમજણ ફેરથી સુખ-શાંતિનો અમૂલ્ય અનુભવ પ્રાપ્ત થશે.૧૩ અને ૧૪ ડિસેમ્બરના રોજ સાંજે ૭:૦૦ થી ૧૦:૦૦ દરમિયાન પૂજ્ય દીપકભાઈ સાથે પ્રશ્નોત્તરી સત્સંગ કાર્યક્રમનું આયોજન થયું છે જેમાં અનુક્રમે સૂઝ કોમન સેન્સ અને પિછાણ અસલી જ્ઞાની તણી વિષયોની ઊંડી છણાવટ થશે.આ પ્રશ્નોત્તરી સત્સંગની વિશેષતા એ છે કે, ઉપસ્થિત કોઈપણ વ્યક્તિ પૂજ્ય દીપકભાઈ સમક્ષ પોતાને મૂંઝવતા વ્યવહારિક તથા અધ્યાત્મિક પ્રશ્નો પૂછી તેના સમાધાનકારી જવાબ મેળવી શકે છે. ત્યારબાદ, ૧૫ ડિસેમ્બરના રોજ સાંજે ૫:૩૦ થી ૯:૦૦ વાગ્યા સુધી પૂજ્ય દીપકભાઈ દેસાઈ દ્વારા જ્ઞાન વિધિનું આયોજન થયું છે. જ્ઞાનવિધિ એ આત્મ સાક્ષાત્કાર માટેનો બે કલાકનો અદભુત વૈજ્ઞાનિક પ્રયોગ છે. જેમાં સંસાર વ્યવહારની ફરજો બજાવવા છતાં ફક્ત સાચી સમજણથી સુખ અને શાંતિ મેળવવાની ઉમદા સમજણ પ્રદાન થશે.
દેશ વિદેશના લાખો લોકો આ સમજણ પ્રાપ્ત કરીને જીવનને સુખમય બનાવી શક્યા છે. જ્ઞાનવિધિ બાદ વધુ જાણકારી કે અન્ય પ્રશ્નોના સમાધાન મેળવવા ઉત્સુક જિજ્ઞાસુઓ માટે પૂજ્ય દીપકભાઈના આશીર્વાદ પામેલા આપ્તપુત્ર સાથે ૧૬ ડિસેમ્બરના રોજ સાંજે ૭ થી ૧૦ દરમિયાન સત્સંગ યોજવામાં આવ્યો છે.