અબતક-રાજકોટ
રાજકોટ શહેર નાગરિક સમિતિ અને પ્રદેશ ભાજપ શિક્ષક સેલના ઉપક્રમે આવતીકાલે શુક્રવારના રોજ પ્રમુખસ્વામી હોલ, અક્ષરપુરૂસોત્તમ મંદિર,કાલાવડ રોડ,રાજકોટ ખાતેપૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા તેમણે કરેલા શિક્ષણ પ્રત્યેના અમુલ ફેરફારના કારણે શિક્ષણનું સ્તર ખુબ જ ઊંચું રહ્યું છે. જેનું ઋણ કદી ન ભૂલી શકાય. તે માટે શિક્ષકો, આચાર્યો, પ્રોફેસરો દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમમાં જોડાવાનું નક્કી કર્યું છે. તેમ ગુજરાત પ્રદેશ ભાજપ શિક્ષક સેલના પ્રદેશ ક્ધવીનર મહેન્દ્રભાઈ પાડલીયા, પ્રદેશ શિક્ષક સેલના સદસ્ય ડી.વી.મહેતા, રાજકોટ શહેર શિક્ષક સેલના ક્ધવીનર જયદીપભાઈ જલુ, સહ-ક્ધવીનર વિલાસગીરી ગૌસ્વામી, જીલ્લા શિક્ષક સેલ ક્ધવીનર ડો.બીપીનભાઈ સાવલિયા, સહ-ક્ધવીનર નીલમભાઈ કાલરીયાએ જણાવ્યું છે.
વિજયભાઈ રૂપાણી રાજકોટ અને સૌરાષ્ટ્ર ભાજપના પાયાના પથ્થર, બાલ્યકાળથી વિદ્યાર્થી પરિષદથી લઈને રાજકોટના કોર્પોરેટર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, મેયર, પ્રદેશ ભાજપ મહામંત્રી, ગુજરાત સંકલ્પપત્ર અમલીકરણ સમિતિના ચેરમેન, રાજ્યસભાના સાંસદથી લઈને કેબીનેટ મંત્રીથી લઈને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નેતૃત્વ કરીને ભારતીય જનતા પાર્ટીને સર્વેસ્પર્શી અને સર્વવ્યાપી બનાવેલ છે.વિજયભાઈ રૂપાણી એક સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે સમાનતા અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તથા તે માટે જરૂરી ભૌતિક સુવિધાઓ શિક્ષકોની ભરતી, નવા શાળાના ઓરડાઓ, લાઈબ્રેરી, લેબોરેટરીની સુવિધાઓ વગેરે તેમના નેતૃત્વમાં તાત્કાલિક નિર્ણય લઈને મંજુર કરવામાં આવેલ જેના કારણે શિક્ષણમાં આમૂલ પરિવર્તન કરીને શિક્ષણનું સ્તર ખુબ જ ઊંચું આવ્યું છે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના હેઠળ રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના ધો-9થી 12માં અભ્યાસ કરનાર તમામ બાળકોને મફત પાઠ્ય પુસ્તકો આપવાનું નક્કી કરેલ છે. છેલ્લા 2020-21ના વર્ષમાં કુલ 2654 શિક્ષણ સહાયકોની ભરતી પૂર્ણ કરેલ છે. તથા 5689 શિક્ષણ સહાયકોની ભરતીની પ્રક્રિયા જાન્યુઆરિ 2021થી હાથ ધરાયેલ છે. કોરોનાની મહામારી દરમ્યાન જુન-2020થી હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત દુરદર્શનની ડીડી ગીરનાર ચેનલ દ્વારા જુન, 2020થી ધો-1થી 12ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રસારણ શરુ કરેલ છે.
બાળકો વર્ગખંડમાં જ બેઠા હોય તેવું અનુભવે તે માટે લાઈવ વર્ચ્યુઅર્લ કલાસ દ્વારા વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયાસ કરેલ છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત 1609 સરકારી શાળાઓમાં ધો.7 અને8 ના 3173 વર્ગખંડોમાં ટેકનોલોજીની મદદથી સ્માર્ટ બોર્ડ સાથે ઈન્ટરેક્ટીવ સ્માર્ટ ક્લાસ વિકસાવવામાં આવેલ છે. તથા બીજા તબક્કામાં 3659 શાળાઓમાં આ મુજબ સ્માર્ટ ક્લાસ વિકસાવવામાં આવશે. જેનાથી શાળાના કુલ 10થી વધારે બાળકો લાભ લઇ શકશે.
રાજ્યના વિદ્યાર્થીઓને આઈ સીટીથી સક્ષમ કરવા માટે વર્ષ 2017-18માં પ્રથમ વર્ષના કોલેજના વિદ્યાર્થીઓને 8.50 લાખ ટેબ્લેટનું વિતરણ કરવામાં આવેલ છે. અધ્યપકોને તાલીમ પૂરી પાડવા માટે રાજ્યની સરકારી ઈજનેરી કોલેજો અને પોલીટેકનીક કોલેજોના અધ્યાપકોને એમની કોલેજમાં જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત તાલીમ મળી રહે તે માટેનું નક્કર આયોજન ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલ છે. રાજ્યમાં આવેલી માન્ય યુનિવર્સીટીમાં પી.એચ.ડી. કોર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ પૈકી ગુણવત્તાયુક્ત સંશોધન કરનાર વિદ્યાર્થીઓને માસિક 15000 રૂ.ની આર્થિક સહાય પૂરી પાડવા માટે શોધ શરુ કરવામાં આવેલ છે.
દેશમાં અને ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ સતત વધતો જાય છે. 2003થી તત્કાલીન મુખ્યમંત્રી તથા આજનાવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં શિક્ષણને અગ્રીમ મહત્વ આપેલ છે તથા 2003થી શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, સર્વ શિક્ષા અભિયાન જેવા વિવિધ કાર્યક્રમો દ્વારાગુજરાતનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 2003માં 11% હતો તે આજે 26% થયેલ છે. જેને કારણે વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ જ વધી રહી છે.
સહિષ્ણુતા જાળવી કાર્ય કર્યું છે. સમાજ જીવનના દરેક વર્ગ, દરેક જ્ઞાતિ-જાતી ધર્મના લોકો સાથે તટસ્થપણે કોઈ પ્રશ્નોને સાંભળી ઝડપી અને યોગ્ય નિરાકરણ લાવ્યા છે.રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શિક્ષકો, રાજકોટની ગ્રાન્ટેડ, સેલ્ફ ફાઈનાન્સ, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક ભાઈઓ તથા બહેનો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના અધ્યાપક મિત્રો, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંલગ્ન રાજકોટની તમામ ગ્રાન્ટેડ તથા સેલ્ફ ફાઈનાન્સ કોલેજોના અધ્યાપક મિત્રોને રાજકોટની નાગરિક સમિતિ દ્વારા આયોજિત વિજયભાઈ રૂપાણીના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરે છે.