સરદારધામ દ્વારા રાજકોટના આંગણે યુપીએસસી અને જીપીએસસી પરીક્ષાના તાલીમ કેન્દ્રનો ૭મીએ શુભારંભ: કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા રહેશે ઉ૫સ્થિત
સરદાર ધામ દ્વારા કલાસ ૧-ર અધિકારી બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ખાસ તાલીમ કેન્દ્રનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આગામી તા.૭ના રોજ આ કેન્દ્રનું મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે શુભારંભ થશે. તેવું આજે ‘અબતક’ ની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું.
પાટીદાર સમાજના યુવક-યુવતિઓને ફકત ૧ રૂપિયાના ટોકન દરે કલાસ ૧-૨ અધિકારી બનવાની અમૂલ્ય તક સાંપડી છે. સમાજના ઉજજવળ ભવિષ્ય માટે યુવા શકિતના સર્વાગી વિકાસને કેન્દ્ર સ્થાને રાખી સરદારધામ કામગીરી કરી રહ્યું છે. સરદાર ધામની પ્રવૃતિ ઓનું પ્રાદેશિક વિકેન્દ્રીકરણ થાય અને સૌરાષ્ટ્રના યુવાનો માટે સીવીલ સર્વિસ ક્ષેત્રે યોગ્ય તાલીમ સાથે નવી ક્ષિતિજોને આંબવા માટે રાજકોટ ખાતે સીવીલ સર્વીસ કેન્દ્ર સ્થાપવાનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે. ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ કેન્દ્રના સત્ર પ્રારંભ તથા માર્ગદર્શન સેમીનારમાં ઉ૫સ્થિત રહેવા સરદારધામ, ટીમ એવમ સમગ્ર ટ્રસ્ટીગણ વતી ગગજી સુતરીયા (પ્રમુખ, સેવક, સરદારધામ), પરેશભાઇ એમ. ગજેરા (ઉપપ્રમુખ- સરદારધામ) નાથાભાઇ એમ. કાલરીયા (માર્ગદર્શક) , મહેન્દ્રભાઇ વી.ફળદુ (માર્ગદર્શક) એચ.એસ. પટેલ (આઇએએસ), સી.ઇ.ઓ. દ્વારા જણાવાયું છે.
આ કેન્દ્રનો પ્રારંભ પ્રતિલોક પાર્ટી પ્લોટ, નાનામવા સર્કલ પાસે, નાનામવા મેઇન રોડ રાજકોટ ખાતે તા. ૭-૨ ના રોજ સાંજે ૫ કલાકે આ કાર્યક્રમની વિગતો આપવા રીગલ કથિરીયા, રવિ રાખોલીયા, સાવલીયા હરેશ, ભાર્ગવ ધેલાણી, દિપ ડોબરીયા, અને જય દેસાઇ સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.