ચીન અને ભારતીય કંપનીઓ વચ્ચે દ્વિતીય ટેક કોરીડોરનું નિર્માણ: ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં ભારતીય કંપનીઓ માટે ચીન સોને કી ચીડિયા સાબીત થશે
વેપાર-ઉદ્યોગમાં ચીનનો માલ સમગ્ર વિશ્ર્વમાં ખુણે ખુણે જાય છે. જો કે, ચીનમાં વેપાર કરવાની ઉજળી તકો ભારતીય સોફટવેર કંપનીઓને મળી ગઈ છે. ભારત સરકાર અને ચીન વચ્ચે આ મામલે બીજી વખત કરાર યા છે. ગત વર્ષે ચીનમાં ભારતે દાલીયાન ખાતે પોતાનું પ્રમ આઈટી કોરીડોર લોન્ચ કર્યું હતું. ત્યારબાદ હવે ચીનના બુયાંગ ખાતે દ્વિતીય આઈટી કોરીડોર લોન્ચ કરવામાં આવ્યું છે.
ભારતની આઈટી ટેક કંપનીઓને ચીનમાં કમાવવાની બહોળી તક ઉભી ઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે, હાલ ચીનમાં ભારતની ટોચની ટેક કંપનીઓ ધમધમે છે. જેમાંથી કરોડો રૂપિયાની કમાણી થઈ રહી છે. ચીન અને ભારતની કંપનીઓ વચ્ચે ગત વર્ષે ૬ મીલીયન ડોલરના કરાર થયા હતા. ચાલુ વર્ષે આ કરારમાં ભારતીય કંપનીઓને બહોળો ફાયદો થાય તેવી શકયતા છે.
ચાઈનીઝ કંપનીઓ અત્યાર સુધી ભારતમાંથી હાર્ડવેરનો બહોળો વેપાર કરી ભંડોળ એકઠુ કરતી હતી.
જો કે, સોફટવેરમાં ભારતનો હાથ પર છે. ભારતીય સોફટવેર કંપનીઓનો વિશ્ર્વમાં ડંકો વાગે છે. મોટાભાગના વિકસીત અને વિકાસશીલ દેશોમાં ભારતીય કંપનીઓની શાખા છે. આ કંપનીઓ કરોડો રૂપિયાના ઓર્ડર મેળવે છે. ચીનમાં ટેકનોલોજીનું પ્રમાણ સૌથી વધુ વધી રહ્યું છે. પરિણામે ચીનનું બજાર ભારતીય સોફટવેર કંપનીઓ માટે સોને કી ચીડીયા સાબીત થશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com