દેશ ભરમાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દેશભરમાં આ યાત્રા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજ રોજ મહેસાણામાં પરશોત્તમ રૂપાલાએ જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ રૂપાલાજીએ મેહસાણા સર્કીટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ત્યા પ્રેસને સંબોધતા કરતા જણાવ્યું કે,’મહેસાણા એ આપણું ઉત્તર ગુજરાતનું પાટનગર કહી શકાય એ પ્રકારનું હેડ કોવોટર છે. ખુબ ઉમળકા ભેર લોકોએ જન આશિર્વાદ યાત્રાને આવકાર આપ્યો એ માટે કેન્દ્રીય મત્સ્ય પાલન,પશુપાલન અને ડેરી ઉદ્યોગના મંત્રી પરશોત્તમ રૂપાલાજી ઉત્તર ગુજરાતના સમસ્તત કાર્યકરોનો આભાર માન્યો હતો.
ભારતીય જનતા પાર્ટીની કેનદ્રની સરકારના એક મંત્રી તરીકે અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આયોજનના ભાગ રૂપે આપ સૌ સમક્ષ મારે જે વાતો શેર કરવી છે. તેમાં મહેસાણા જીલ્લાને એક મહત્વની વાત કહેતા જણાવ્યું કે મહેસાણા જીલ્લાના સપુત તરીકે નરેન્દ્રભાઇ મોદી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. અને વિશ્વ નેતા તરીકે ઉભરી રહ્યા છે. ભારતની પ્રતિષ્ઠાએ વિશ્વમાં પ્રસ્થાપિત કરી રહ્યા છે તે આપણા સૌ માટે ગૌરવ અને આંનદનો વિષય છે.
આદરણીય વડાપ્રધાન નરેન્દ્રની સરકારે 370ની કલમ રદ કરી. કાશ્મીરની અંદરની પરિસ્થિતિનો સામનો કરવા જે પ્રયાસો થયા, ભારતની સુરક્ષાને લઇ જે નિર્ણયો થયા ,આપણી સૈન્યનું મનોબળ વધારવા જે નિર્ણયો થયા આવા અંસખ્ય નિર્ણયો રાજકીય ઇચ્છાશક્તિને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કર્યા.
રૂપાલાએ જણાવ્યું કે MSP અંગેનો નિર્ણય પણ સરકારે કર્યો અને MSP રાજય સરકાર સાથે મળી છેવાડા ના ખેડૂત સુધી પહોંચે તેવા પ્રયાસો થયા છે. ખેડૂતોને મજબૂત કરવા અને તેમની જિંદગીમાં સુધારા આવે તે માટે કેટલીય યોજાનાઓ સરકારે જાહેર કરી છે. જેમાં સુજ્જલામ સુફલામ અંગે થતા ફાયદા જણાવ્યા હતા. બનાસકાંઠાનો ખેડૂત સૌથી વધુ દાડમ ઉત્પાદન કરવાનો એવોર્ડ લેવા દિલ્લીમાં કોઇ કૃષી મેળામાં મળે તેવી ઘટનાઓના સાક્ષી થવાનો અવસર મળ્યો છે.
મહેસાણા,બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત આખો ઉત્તર ગુજરાત ખેતી સાથે પશુપાલન સાથે સંકળાયેલો છે. ત્રણેય જીલ્લાઓની ડેરીઓ ખૂબ ઉમદા અને ઉત્તમ પ્રકારનું કામ કરી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. ડેરી સેકટરને મજબૂત કરવા માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રમોદી 20 હજાર કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેતીને મજબૂત કરવા ઘણા કામો કર્યા છે. ખેડૂતોને કેસીસી મળે છે.
ખેડૂતો પહેલા 18 ટકા વ્યાજે પાક ધિરાણ લેતા હતા. અને આજે ગુજરાતના ખેડૂતને 0 ટકે પાક ધિરાણ મળેછે તેના માટે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનનો આભાર માન્યો , સાથે પશુપાલકોને પણ ખેડૂતોની જેમ કેસીસી મળે છે. જે ગુજરાત સહિત દેશના પશુપાલકો માટે ઐતિહાસીક નિર્ણય છે. ખેતી પછી પશુપાલકે ક્ષેત્રે વધુ રોજગારી મળી રહે છે.સાથે મતસ્ય પાલકોને પણ કેસીસી નો લાભ મળે છે.
સમુદ્ર ખેડૂતો પણ હવે કેસીસી લાભ મળે તેવો નિર્ણય આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કર્યો છે. અને આની અસર ગ્રામ્ય જીવન ઉપર અસર થવાની છે. અને આ વાત આ યોજનાને છેવાડાના માનવી સુધી લઇ જવાની છે તેનો આગ્રહ કર્યો.
પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું કે દેશની અંદર પાક લીધા પછી ગોડાઉન, ટ્રાન્સપોર્ટેશન, કોલ્ડ સ્ટોરેજના અભાવે મુખ્ય પાકો સહિત ફળ ફાળાદી જેવા પાકોનું મોટુ નુકશાન થતું હતું ઇન્ફાસ્ટ્રકચર ફેસેલીટી માટે એક લાખ કરોડ રૂપિયાનું એગ્રી ઇન્ફાસ્ટ્રકચર ફંડનું સર્જન આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કર્યું.
પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું કે કોરોનાના કપરા કાળમાથી આપણે પસાર થયા ,કોરોના કાળમાં રાજય સરકારની કામગીરીના વખાણ કરી અભિનંદન પાઠવ્યા.કોરોનાના કપરા કાળમાં લોકોને સુરક્ષીત રાખવા જે રીતે રાજય સરકાર અને કેન્દ્ર્ર સરકારે સારી કામગીરી કરી છે. કોરોનાની શરૂઆતમાં તો આપણી પાસે ટેસ્ટ માટે પણ લેબોરેટરી ન હતી શરૂઆતમાં માત્રે એક લેબોરેટરી હતી. એની બદલે આજે 2 હજાર કરતા વધુ લેબ બનાવી શકયા
પીપીઇ કીટ પણ આજે જોઇએ એટલી બનાવી શકાય છે અને અન્ય દેશને પણ સપ્લાય કરી શકીએ છીએ. આપણી એરલાઇન્સે એર ઇન્ડિયાના સંચાલકોએ 100 કરતા વધુ દેશોમાં જીવન રક્ષક દવાઓ પહોચાડવાનું પરાક્રમ કર્યું છે. આ કારણે દુનિયામાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રમોદી સાહેબ એવી શાખ ઉભી કરી કે સંકટ સમયે માત્ર ભારત જ મદદ કરી શકે તેવી છાપ ઉભી થઇ .અને ગલ્ફ જેવા દેશોએ આપણને ઓક્સિજનની જરૂરિયાત હતી ત્યારે આપણા દેશને મદદ કરી.
પરશોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં 4 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. સમગ્ર દેશની અંદર 55 કરોડના આંકડાને આંબી ગયા છે. વિરોધીઓની ટીકા કરવામાં મને રસ નથી. અને લોકોને અપીલ કરી કે જેમણે પણ હજી રસી ન લીધી હોય તે કોરોના સામેની રસી વહેલા સર લઇ લે.
આ કાર્યક્રમમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ તેમજ પ્રદેશના પદાધિકારીઓ તથા જિલ્લા/મહાનગરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.