ચીની સ્માર્ટફોન મેકર Oppo ભારતમાં 2 નવેમ્બરે તેનો નવો સ્માર્ટફોન F5 લોન્ચ કરશે. કંપનીએ આ માટે મીડિયા ઇન્વાઇટ્સ મોકલવાનું શરૂ કર્યું છે. આ કંપનીનો પ્રથમ બેઝલ લેસ ડિસ્પ્લે સ્માર્ટફોન હશે અને તે મુંબઈમાં લોંચ થશે. ઓછી બેઝલ વાળા સ્માર્ટફોનનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. બધી કંપનીઓ આ રેસ ભાગ લેવા માંગે છે.
જો કે Oppo F5 માં માત્ર બેઝલ લેસ ડિસ્પ્લે જ નથી પરંતુ કંપનીએ સેલ્ફી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ આપ્યું છે.
ઑપો દ્વારા ટ્વીટર પર F5 ની તસ્વીર પણ પોસ્ટ કરવામાં આવી છે જેમાં જણાવાયું છે કે Oppo F5 નો કૅમેરા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે મળીને સલ્ફી બ્યૂટિફિકેશન કરશે. કંપનીનો દાવો છે કે આપેલ સેલ્ફિ કૅમેરા આર્ટિફિશિયલ ઇન્ટલીજન્સ દ્વારા તે રીયલ સલ્ફિ લેશે જે ખૂબ જ શ્રેષ્ઠ હશે.
Oppo F5 માં 6 ઇંચની પૂર્ણ એચડી ડિસ્પ્લે આપવામાં આવ્યું છે જેનો એક્સપેક્ટ રેશિયો 18:9 નો હશે. અને તેની સાથે 20 મેગાપિક્સલનો રીઅર અને 16 મેગાપિક્સલનો બે સેલ્ફી કેમેરા આપવામાં આવી શકે છે.
Oppo F5 માં 4GB અને 6GB રેમ વાળા મોડેલ આવવાની શકયતા છે. આ ઉપરાંત રિપોર્ટ્સ મુજબ ફેશિયલ રીકોગ્નીશન ફીચર પણ આપવામાં આવશે.