Oppo એ F સિરીઝનો પોતાનો નવો સ્માર્ટફોન F3 ને ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોને ટોલીવુડ ફિલ્મ બાહુબલી સાથે ભાગીદારી કરીને લોન્ચ કર્યો છે. કંપનીએ તેને સેલ્ફી માટે ખાસ બનાવ્યો છે. પરંતુ આ સ્માર્ટફોનનાં પ્રમોશનલ પિક્ચર્સ અને ફીચર્સ લીક થઇ ગયા છે. લીક થયેલ સ્માર્ટફોનનાં બેક અને રીયર બંને સાઈડ જોઈ શકાય છે.
આ ફોટોસને AndroidPure દ્વારા લીક કરવામાં આવ્યા છે. હાલમાં આ સ્માર્ટફોનની કિંમત વિશે કોઈ ખુલાસો સામે સામે આવ્યો નથી. મીડિયા રિપોર્ટ્સમાં જે જાણકારીઓ લીક થઇ છે, તેના મુજબ આ સ્માર્ટફોનમાં Corning Glass 5 પ્રોટેક્શન સાથે ૫.૫ ઇંચ ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રીઝોલ્યુશન ૧૯૨૦ x ૧૦૮૦ પિક્સેલ છે.
ઓપ્પો F3 માં પણ ૧૬ મેગાપિક્સેલ અને ૮ મેગાપિક્સેલ ડ્યુઅલ સેલ્ફી કેમરા હોવાની સંભાવના છે. તે સિવાય રિયર કેમરો ૧૩ મેગાપિક્સેલ હોઈ શકે છે. જાહેર છે કે, આ હાઈ એન્ડ સ્માર્ટફોન છે. તો તેમાં 4GB રેમ સાથે 64GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી શકે છે. જેની બેટરી ૩,૨૦૦mAh હોવાની ખબર છે.
તે સિવાય આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ ૬.૦ માર્શમેલો પર ચાલશે. તે સિવાય તેમાં Mali T860 સાથે ઓક્ટકોર Mediatek MT6750T પ્રોસેસર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો આ ડિવાઈસ 4G VoLTE, Wi-Fi 802.11 a/b/g/n/ac, Bluetooth 4.1, GPS અને હાઈબ્રિડ ડ્યુઅલ સિમ (Nano + Nano) હોવાની ખબર છે.