‘ઓપો’ તેની લેટેસ્ટ સ્માર્ટફોન સિરિઝ ‘રેનો’ (reno)નું ત્રીજું મોડેલ ભારતીય બજારમાં અન્ય દેશોની પહેલાં લોન્ચ કરી શકે છે. ઓપોએ ગત મે મહિનામા રેનોના 10X ઝૂમ અને રેનો સ્માર્ટફોન્સ ભારતમાં લોન્ય કર્યા હતા. આ બંને સ્માર્ટ ફોનમાં સાઈડ સ્વિંગ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે
આ ફોનમાં 6.4 ઇંચની ફુલ HD+ પેનોરામિક AMOLED ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીન ફોનના 93.1% એરિયાને કવર કરે છે. તેને પ્રોટેક્ટ કરવા માટે 6th જનરેશનનો ગોરિલા કાચ આપવામાં આવ્યો છે. તેમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 8 GB રેમના વેરિઅન્ટમાં આવશે. આ ફોન એન્ડ્રોઇડ પાઇ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત ઓપો કંપનીની ‘કલર OS’ પર કામ કરશે.
ફોનની ઇન્ટર્નલ મેમરી 128 GB છે. તેમાં 48 મેગાપિક્સલ સોની IMX586 પ્રાઈમરી સેન્સર અને 5 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવાંમાં આવ્યુ છે, જેનું અપર્ચર f/2.4 છે. ફોનમાં સેલ્ફી કેમેરા 16 મેગાપિક્સલનો છે, જેનું અપર્ચર f/2.0 છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, વાઈ ફાઈ, બ્લૂટૂથ, NFC અને USB ટાઈપ-C પોર્ટ આપવામાં આવ્યું છે. જો બેટરીની વાત કરવામાં આવે તો ફોનમાં 3765 mAhની બેટરી આપવામાં આવી છે, જે VOOC 3.0 ફાસ્ટ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. 8 GB RAM+256GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 32,990 રૂપિયા છે.
આ ફોનમાં 6.6 ઇંચ ફુલ HD +પેનોરામિક AMOLED ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. તેને પ્રોટેક્ટ કરવા માટે 6th જનરેશનનો ગોરિલા કાચ આપવામાં આવ્યો છે. તેમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 885 ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 6GB/8GB રેમ વેરિઅન્ટમાં આવશે. આ ફોન એન્ડ્રોઇડ પાઇ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત કંપનીની ‘કલર OS’ પર કામ કરશે.
ફોનની ઇન્ટર્નલ મેમરી 128GB અને 256 GB છે. તેમાં 48 મેગાપિક્સલ સોની IMX586 સેન્સર f/1.7નો લેન્સ, 13 મેગાપિક્સલનું સેન્સર અને 8 મેગાપિક્સલનો ટ્રિપલ રિઅર કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં સેલ્ફી કેમેરા 16 મેગાપિક્સલનો છે, જેનું અપર્ચર f/2.0 છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, વાઈ ફાઈ, બ્લુટૂથ, NFC અને USB ટાઈપ-C પોર્ટ આપવામાં આવ્યું છે. જો બેટરીની વાત કરવામાં આવે તો ફોનમાં 4065mAhની બેટરી આપવામાં આવી છે, જે VOOC 3.0 ફાસ્ટ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. ઓપો રેનોના 10x ઝૂમની કિંમત 6GB RAM+128 GB વેરિઅન્ટ માટે 39,990 રૂપિયા અને 8GB RAM+256GB સ્ટોરેજના વેરિઅન્ટ માટે 49,990 રૂપિયા કિંમત રાખવામાં આવી છે.