Oppo તાજેતરમાં તેનો સ્માર્ટફોન Oppo F5 બે મોડલમાં લોન્ચ કર્યો છે. તેમાં એક 4 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ અને બીજો 6 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ 19,990 રૃપિયા અને 24,990 રૂપિયામાં લોન્ચ કર્યો છે. હવે કંપનીએ તેનું એક ખાસ રેડ કલર એડિશન લોંચ કર્યું છે. તેને વોગની ભાગીદારીમાં તેમની 10 મી વર્ષગાઢના મોકા પર લોન્ચ કરવામાં આવ્યો છે.
જો કે આ સ્પેશિયલ એડીશન ફક્ત 6GB RAM + 64GB સ્ટોરેજમાં જ લોન્ચ કરેલ છે. તેની કિંમત 24,990 રૂપિયા છે ગ્રાહક તેની એક્સક્લુઝિવ રીતે ફ્લિપકાર્ટથી ખરીદી શકશે.
Oppo નો આ સ્માર્ટફોન પણ છેલ્લા સ્માર્ટફોન્સની જેમ સેલ્ફીને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવ્યો છે. અને તેના ફ્રન્ટ કેમેરેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) બ્યુટી ટેક્નોલૉજી આપવામાં આવી છે. સાથે નવા Oppo F5 માં હાલના ટ્રેન્ડના હિસબથી સ્લિમ બેઝલ ડિસ્પ્લે પણ છે.
આ સ્માર્ટફોનની સૌથી મોટી વિશિષ્ટતા તેના એઆઈ બેઇઝડ ફ્રન્ટ કેમેરા છે. જે યુઝર્સને શ્રેષ્ઠ સલ્ફિનો અનુભવ આપે છે તેના બ્યુટી આયરિશ ટૂલ્સ દ્વારા કોઈ પણ ફોટોમાં યુઝર્સ આંખુ શાઇન કરી શકે છે. તેના ફ્રન્ટ કેમેરા દ્વારા બૉક ઇફેક્ટ ફોટોઝ પણ ક્લિક કરી શકાશે. તેના ફ્રંટમાં f/2.0 અપર્ચર સાથે 20 મેગાપિક્સલનો કેમેરા આપ્યો છે. ત્યાંરે તેની બેક માં f/1.8 અપર્ચર અને એલઇડી ફ્લેશ સાથે 16 મેગાપિક્સલનો કેમેરા આપ્યો છે.
Oppo F5 માં 1080×2160 રિઝોલ્યુશન વાળું 6-ઇંચ ફુલ-એચડી + ટીએફટી ડિસ્પ્લે છે. તેમાં ડ્યુઅલ નોનો સિમ સપોર્ટ સાથે અલગથી માઇક્રોએસડી કાર્ડ સ્લૉટ છે. આ સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર મીડિયાટેક (MT6763T) પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેના ઇન્ટરનલ સ્ટોરેજને કાર્ડથી સહાયથી 256GB સુધી વિસ્તૃત કરી શકાય છે. આ સ્માર્ટફોન ColorOS 3.2 આધારિત એન્ડ્રોઇડ 7.1 નોયુગેટ પર ચાલે છે.
Oppo F5 નું વજન 152 ગ્રામ છે તેની બેટરી 3200 એમએએચની છે. અને કનેક્ટિવિટી માટે જીપીએસ / એ-જીપીએસ, જી.પી.આર.એસ. / ઇડીજીઇ, 3 જી, 4 જી વીઓએલટી, વાઇ-ફાઇ 802.11 એ / બી / જી / એન અને યુએસબી ઓટીજી પણ સપોર્ટ છે.