ગુજરાતના મતદારો કોના પર રિઝશે: કોના શીરે મુખ્યમંત્રીના તાજનો આછા-પાતળો ખ્યાલ આવી જશે
ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે આજે બીજા તબકકાનું મતદાન પૂર્ણ થતાની સાથે સાંજે તમામ ન્યુઝ એજન્સીઓ અને ખાનગી એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા સર્વે રજુ કરવામાં આવશે. જેમાં ગુજરાતમાં કોની સરકાર બનશે અને મુખ્યમંત્રીનો તાજ કોના શીરે મુકવામાં આવશે તેનો આછો-પાતળો ખ્યાલ લોકોને મળી જશે.
કેન્દ્રીય ચૂંટણીપંચના આદેશ મુજબ તમામ તબકકાનું મતદાન જયાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારના સર્વે કે ઓપીનીયન પોલ જાહેર કરી શકાતા નથી. આજે સાંજે ૫:૦૦ કલાકે મતદાન પૂર્ણ થતાની સાથે જ ઓપીનીયન શ‚ થઈ જશે. સામાન્ય રીતે ઓપીનીયન પોલ સચોટ પરીણામ આપતા નથી પરંતુ પરીણામની એકદમ નજીક ચોકકસ હોય છે. સર્વેમાં પરિણામની આગાહી મળી રહે છે. આજે સાંજે ૫ કલાકે મતદાન પૂર્ણ થયાના એક કલાક બાદ તમામ ન્યુઝ એજન્સી કે ખાનગી એજન્સીઓ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં ગુજરાતમાં કોની સરકાર બને છે તેના આંકડા જાહેર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પૂર્વે હાથ ધરવામાં આવેલા વિવિધ સર્વેમાં ગુજરાતમાં ફરી એક વખત ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવતું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે હવે જયારે બંને તબકકાનું મતદાન પૂર્ણ થશે અને ત્યારે આંકડાઓ જાહેર કરાશે ત્યારે મતદારો કોની તરફ રીઝયા છે તે વાત પરથી પડદો ઉંચકાઈ જશે.