કોંગ્રેસને 36થી 44 સીટો મળવાનો અંદાજ: આપને માત્ર 2 બેઠક હાથમાં આવશે
ઓપિનિયન પોલ મુજબ ગુજરાત વિધાસભામાં ભાજપ 135થી 143 જેટલી બેઠકો મેળવશે. કોંગ્રેસને 36થી 44 સીટો મળવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જ્યારે આપને માત્ર 2 બેઠક હાથમાં આવશે. ગુજરાતમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંબંધિત એક ઓપિનિયન પોલમાં આગાહી કરવામાં આવી છે કે ભાજપ સતત સાતમી વખત 135-145 વચ્ચેની બેઠકો જીતશે. એબીપી ન્યૂઝ-સી વોટર દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રી-પોલ સર્વે મુજબ, ભાજપ અને કોંગ્રેસનો વોટ શેર ઓછો આવશે જ્યારે આમ આદમી પાર્ટીને નોંધપાત્ર વોટ શેર મળી શકે છે પરંતુ તેને 182માંથી માત્ર એક કે બે બેઠકો મળી શકે છે. આ સર્વે અનુસાર કોંગ્રેસને 36-44 સીટો મળી શકે છે. આ ઓપિનિયન પોલમાં જે લોકોની સલાહ લેવામાં આવી હતી તેમાંથી મોટાભાગના લોકો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બીજી ટર્મની તરફેણમાં હતા. “એબીપી ન્યૂઝ-સી વોટર ઓપિનિયન પોલ મુજબ, શાસક ભાજપ 1995 થી સતત સાતમી વખત ગુજરાતમાં ચૂંટણી જીતવાનો અંદાજ છે.
ભાજપને 46.8%, કોંગ્રેસને 32.3% અને આપને 17.4% વોટ મળવાનો અંદાજ
ભાજપને 135-143 બેઠકો મળવાની સંભાવના છે, જે 2017માં મળેલી 99 બેઠકો કરતાં ઘણી વધારે હશે. આ ઓપિનિયન પોલમાં બીજેપીને 46.8 ટકા, કોંગ્રેસને 32.3 ટકા જ્યારે આપને 17.4 ટકા વોટ મળવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે 2017માં ભાજપને 49.1 ટકા, કોંગ્રેસને 41.4 ટકા જેટલો વોટ શેર મળ્યો હતો.
ક્યા વિસ્તારમાં કોને કેટલી બેઠક મળી શકે?