ત્રણેય ઝોન કચેરી અને છ સિવિક સેન્ટરોમાં આધારકાર્ડમાં સુધારા-વધારા માટે દરરોજ આવતી ૧૦૦ી વધુ અરજીઓ: રાજકોટમાં આધારકાર્ડની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ
રાજકોટ શહેરમાં વર્ષ ૨૦૧૧માં વસ્તી ગણતરી મુજબ આધારકાર્ડની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ ઈ ગઈ છે. હવે કાર્ડમાં સુધારા વધારા માટે ઝોન કચેરી અને સિવિક સેન્ટરો ખાતે પૂરજોશમાં કાર્યવાહી શ‚ કરવામાં દેવામાં આવી છે. હાલ દૈનિક ૧૦૦ી વધુ અરજીઓ આવી રહી છે.
આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં રાજકોટની વસ્તી ૧૩.૪૬ લાખની હતી. છેલ્લા છ વર્ષમાં વસ્તીમાં આશરે ૧ લાખનો વધારો યો છે. હાલ રાજકોટની વસ્તી અંદાજીત ૧૪.૫ લાખની છે. આધારકાર્ડની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ ઈ જવા પામી છે. માત્ર નવા જનરેટ તા કાર્ડની કામગીરી ચાલી રહી છે. હાલ મહાનગરપાલિકાના ઝોન કચેરી અને સિવિક સેન્ટર ખાતે આધારકાર્ડમાં સુધારો વધારાની કામગીરી શ‚ કરવામાં આવી છે. ખાસ કરીને ન્યુ રાજકોટના વોર્ડ નં.૮,૯ અને ૧૦માં આધારકાર્ડમાં રાજકોટના બદલે કોટડા સાંગાણી લખાઈ ગયું છે.
ગત ડિસેમ્બર માસી ભુલ સુધારણાની કામગીરી શ‚ કરવામાં આવી છે. હાલ મહાપાલિકામાં રોજ ભુલ સુધારવા માટે ૧૦૦ અરજીઓ આવી રહી છે. પાનકાર્ડ અને આધારકાર્ડમાં સરખા નામ હોવું ફરજીયાત હોય સુધારા માટે ધસારો વધ્યો છે. સુધારા કરવા માટે આવતા અરજદારોએ પોતાની સો આધાર પુરાવા રાખવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. હાલ આધારમાં ડેમોગ્રાફીકસ સુધારા અને બાયોમેટ્રીક સુધારા માટે ‚ા.૨૫ ફી વસુલ કરવામાં આવે છે અને તાત્કાલીક અસરી સુધારાની કામગીરી કરવામાં આવી રહી છે.