ચાલુ નાણાકિય વર્ષમાં ૨.૮૨ કરોડ રિટર્ન ભરાયાઈન્ડિવીઝયુલ આઈટી રિટર્નની સંખ્યા પણ વધી
અર્થતંત્રને બેનામી સંપતિથી બચાવવા કેન્દ્ર સરકારે ઓપરેશન કલીન મની હેઠળ નોટબંધી સહિતના પગલા લીધા હતા. સરકારની આ મહેનત રંગ લાવી છે. લોકોએ આવક જાહેર કરવાનું શ‚ કરતા આઈટી રીટર્ન ભરવાની સરેરાશ ૨૫ ટકા વધી છે. ગત તા.૫ ઓગસ્ટ સુધીમાં આઈટી રીટર્ન ભરવાની સંખ્યામાં ૨૫ ટકાનો વધારો થયો હોવાનું આવકવેરા વિભાગનું કહેવું છે. ચાલુ નાણાકિય વર્ષે ૨.૮૨ કરોડ રીટર્ન ભરાયા હતા. જે ગત વર્ષના ૨.૨૭ કરોડની સરખામણીએ ૨૪.૨ ટકા વધુ હતા. ગત વર્ષે પણ આવકવેરા રીટર્ન ભરવાની સરેરાશ ૧૦ ટકા વધુ હતી. ઈન્ડીવીઝયુલ આઈટી રીટર્ન ૨.૭૯ કરોડ ભરાયા છે.
નોટબંધી સમયે પોતાના અથવા સગા-વહાલાના બેંક ખાતાઓમાં મોટા પ્રમાણમાં ડિપોઝીટ કરનાર લોકો હવે મુશ્કેલીઓથી બચવા રીટર્ન ભરી રહ્યા હોવાનું આવકવેરા વિભાગના સુત્રોનું કહેવું છે. આવકવેરા વિભાગે એવા ૧૮ લાખ લોકો ઓળખી કાઢયા છે. જેમની આવક અને રીટર્ન વચ્ચે સમતોલન નથી. આવા કેટલાક લોકોએ આવકવેરા વિભાગના સવાલોના જવાબ આપ્યા છે. જો કે પ્રત્યુતર ન આપનારા સામે કાર્યવાહી કરવામાં આવનાર છે.